પેટ્રોલમાં ભેળવાતું ઇથેનોલ શું છે અને કઈ રીતે બને છે?

વીડિયો કૅપ્શન, પેટ્રોલમાં ભેળવાતું ઇથેનોલ શું છે? ભારતમાં કઈ રીતે બનાવાય છે?
પેટ્રોલમાં ભેળવાતું ઇથેનોલ શું છે અને કઈ રીતે બને છે?
પ્રકાશિત

ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહૉલ છે. તેનું બીજું નામ ઇથાઇલ આલ્કોહૉલ છે.

ઘણી વનસ્પતિનાં ફળ, દાણા કે છોડમાં સુક્રોઝ નામનો ગળ્યો પદાર્થ કે સ્ટાર્ચ જેવા કાર્બોહાઇડ્રેટ હોય છે.

તેમાં જો યીસ્ટ એટલે કે ફૂગ ઉમેરવામાં આવે તો આ સુક્રોઝનું અને સ્ટાર્ચનું વિઘટન થઈ તેનું આલ્કોહૉલમાં રૂપાંતર થાય છે.

આ પ્રક્રિયા એટલે ફર્મેન્ટેશન આથો લાવવો જેને કહીએ તે આ રીતે બનેલા આલ્કોહૉલને નિસ્યંદન એટલેકે ડિસ્ટિલેશનથી વધારે શુદ્ધ કરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images