હિંદુ પરિવારે મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું, સોનું ભેટ આપ્યું

વીડિયો કૅપ્શન, મહીસાગર: હિંદુ પરિવારે મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું, સોનાના દાગીના ભેટ આપ્યા
હિંદુ પરિવારે મુસ્લિમ દીકરીનું મામેરું ભર્યું, સોનું ભેટ આપ્યું
પ્રકાશિત

મહીસાગરના વિરપુરમાં લગ્નસમારોહ બન્યો કોમી એકતાનું અનોખું ઉદાહરણ.

આસીફાના લગ્નપ્રસંગે લીમરવાડાથી 100 લોકો મામેરું લઈને આવ્યા હતા.

મુસ્લિમ પરિવારે મામેરું લઈને આવેલા રાઠોડ પરિવારનું હિન્દુ પરંપરા મુજબ સામૈયું કરીને સ્વાગત કર્યું હતું.

આસીફા દિગ્વિજયસિંહને વર્ષોથી રાખડી બાંધતાં હતાં. માનેલી બહેનના લગ્નપ્રસંગે ભાઈએ સોના-ચાંદીના દાગીના, ફર્નિચર સહિતની ભેટ આપી પોતાની જવાબદારી નીભાવી હતી

બીબીસી ગુજરાતી