'મને બળાત્કારની ધમકીઓ મળી', મુસ્લિમ દંપતીના પક્ષમાં બોલનાર યુવતી

'મને બળાત્કારની ધમકીઓ મળી', મુસ્લિમ દંપતીના પક્ષમાં બોલનાર યુવતી

સૌમ્યા નામની એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે એક પુરુષ દ્વારા મુસ્લિમ મહિલાને તેની ઓળખ અને પહેરવેશ બાબતે હેરાન કરવા મામલે અવાજ ઉઠાવતાં જોવા મળી રહ્યાં છે.

એક તરફ, ઉત્તર પ્રદેશના નોઈડામાં 16 એપ્રિલની રાત્રે બનેલી આ ઘટનામાં મુસ્લિમ દંપતીના સમર્થનમાં બોલવા બદલ સૌમ્યાની પ્રશંસા થઈ રહી છે.

બીજી તરફ, કેટલાક લોકો તેમના પર બળાત્કાર કરવાની, તેને ટ્રોલ કરવાની અને તેના પરિવાર વિશે અભદ્ર ટિપ્પણી કરવાની ધમકી આપી રહ્યા છે.

આ આખી ઘટના શું છે? સૌમ્યા મુસ્લિમ દંપતીના પક્ષમાં કેમ બોલ્યાં? આ ઘટના પછી તેમને કયા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે?

આ અને બીજા ઘણા પ્રશ્નોના જવાબો શોધવા માટે બીબીસી સંવાદદાતા ગાફિરા કાદિરે તેમની સાથે વાત કરી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન