You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતના દરિયામાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?
ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે ભારતના દરિયાની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું છે.
તેમના કહેવા પ્રમાણે શનિવારે ભારતના દરિયામાં ચોમાસું પહોંચ્યું છે.
કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.
હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.
ચોમાસું સૌથી પહેલાં આંદામાન - નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પર પહોંચે છે.
વર્ષ 2025માં પણ ભારતના દરિયામાં ચોમાસાનો વહેલો પ્રવેશ થઈ ગયો હતો. આંદામાન - નિકોબારના ટાપુઓ પર ગયા વર્ષે 13 મેના રોજ ચોમાસું પહોંચી ગયું હતું.
આ વીડિયોમાં વાત કરીએ કે ભારતમાં ચોમાસું કેવી રીતે આગળ વધશે, ગુજરાતમાં કયારે પહોંચશે અને ગુજરાતના હવામાનમાં કેવા કેવા ફેરફારો થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન