અર્નબ વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને ગુજરાતમાં તેના લીધે વરસાદ પડશે?
અર્નબ વાવાઝોડું ક્યારે ત્રાટકશે અને ગુજરાતમાં તેના લીધે વરસાદ પડશે?
પ્રકાશિત
ભારતના દરિયામાં અર્નબ નામનું વાવાઝોડું સક્રિય થયું છે.
આ સિસ્ટમ અતિ ગંભીર ચક્રવાતમાં પરિવર્તિત થવાની શક્યતા છે, જેમાં પવનની ઝડપ પ્રતિ કલાક 140 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
આ વાવાઝોડું 28 તારીખે બપોર પહેલાં આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વિશાખાપટ્ટનમ અને બાપતલા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે. તેની સીધી અસર ગુજરાત પર નહીં થાય, પરંતુ 30 અને 31 તારીખની આસપાસ વાતાવરણમાં પલટો આવી શકે છે અને છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
વાવાઝોડું વળાંક લઈને આગળ વધતાં ઓડિશા, તેલંગાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર અને નેપાળ સુધી ભારે વરસાદની શક્યતા છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



