ગુજરાતમાં 12થી 17 સપ્ટેમ્બર વચ્ચે શું થશે? શું છે આગાહી?
ગુજરાતમાં 12થી 17 સપ્ટેમ્બર વચ્ચે શું થશે? શું છે આગાહી?
પ્રકાશિત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વરસાદ નોંધાયો નથી, ખાસ કરીને પશ્ચિમ ગુજરાતમાં પરિસ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. દ્વારકામાં દુષ્કાળ જાહેર કરવાની માંગ પણ ઊઠી હતી.
આ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાન વિભાગ તરફથી ગુજરાતના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે એક હળવા રાહતના સમાચાર આવી રહ્યા છે.
ગુજરાતમાં 12 અને 13 સપ્ટેમ્બરના રોજ સતત બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
ત્યારે હવામાન વિભાગે તેના બુલેટિનમાં શું જણાવ્યું, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ પડી શકે છે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



