એ દૃષ્ટિહીન લોકો જે બીજાના જીવનમાં પ્રકાશ રેલાવે છે

વીડિયો કૅપ્શન, જોઈ ન શકતા એવા લોકોની વાત જે બીજાના જીવનમાં ‘પ્રકાશ’ લાવે છે
એ દૃષ્ટિહીન લોકો જે બીજાના જીવનમાં પ્રકાશ રેલાવે છે
પ્રકાશિત

આ લોકો પોતાની આંખોથી પ્રકાશ જોઈ શકતા નથી. પરંતુ તેમના જીવનમાં અંધકાર નથી. આ લોકો બીજાના જીવનમાં અજવાળું પાથરે છે.

બિહારનાં રહેવાસી મનીષા ચૌહાણને બાળપણમાં જ આંખોની એક જટિલ બીમારી થઈ હતી, પરંતુ તેમણે હાર ન માની.દિલ્હીમાં યોજાયેલા દિવાળી મેળામાં તેમણે અન્ય ઘણા દૃષ્ટિહીન લોકો સાથે મળીને પોતાના હાથે દીવા, મીણબત્તીઓ અને સજાવટની બીજી વસ્તુઓ બનાવી.

દિલ્હીના દિવાળી મેળામાં કેવી રીતે પ્રજ્ઞાચક્ષુઓએ હાથ બનાવટની વસ્તુઓ તૈયાર કરીને લોકોના જીવનમાં આશાના કિરણ રેલાવ્યાં? જુઓ બીબીસી સંવાદદાતા તપસ મલિકના આ અહેવાલમાં

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન