આ યુવતી કોઈ સેફ્ટી વિના 30 માળ ઊંચે હવામાં દોરડા પર ચાલી
આ યુવતી કોઈ સેફ્ટી વિના 30 માળ ઊંચે હવામાં દોરડા પર ચાલી
પ્રકાશિત
કોઈ પણ જાતના સેફ્ટી હાર્નેસ વગર જમીનથી લગભગ 100 મીટર ઉપર હવામાં તાર ઉપર ચાલવાના વિચારથી જ મોટા ભાગના લોકો કાંપી જાય, પરંતુ તાત્યાના-મોસિયો બૉન્ગોન્ગાએ આ કરતબ કરી બતાવ્યું હતું.
તેમણે લગભગ 37 મિનિટમાં 400 મીટરનું અંતર કાપ્યું હતું.
ફ્રાન્સનું લૂસ-એન ગોયેલ એક સમયે ખનીજ પ્રવૃત્તિઓ માટે વિખ્યાત હતું.
અહીં ખનીજ કાઢતા વધેલાં કાટમાળના બે ઢગની વચ્ચે તાર ઉપર ચાલવાનું કરનામું કરી દેખાડ્યું હતું. તાત્યાના કહે છે કે અમે ખરેખર આ સુંદર ચીજોને જોડીને તેમાંથી કશું કરવા માગતા હતા અને ત્યાંથી જ આ વિચારની શરૂઆત થઈ.
તાત્યાના કહે છે કે આ રીતે તેઓ આ જગ્યાના માઇનિંગના ભવ્ય ભૂતકાળને યાદ કરાવડાવા માંગતાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



