દુનિયા જહાન: શું આ નાના દેશો શું ટ્રમ્પ માટે પડકારજનક બનશે?

વીડિયો કૅપ્શન, આ નાના દેશો શું ટ્રમ્પ માટે પડકાર બનશે? દુનિયા જહાન
દુનિયા જહાન: શું આ નાના દેશો શું ટ્રમ્પ માટે પડકારજનક બનશે?
પ્રકાશિત

છેલ્લા દોઢેક વર્ષમાં, અનેક દેશોએ અમેરિકા સાથેના પોતાના સંબંધો અંગે સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના દેશના શત્રુઓ અને સાથીઓ, બંને સામે પગલાં લીધાં છે. અમેરિકાના સૌથી નજીકના પડોશીઓ પણ તેમાંથી બાકાત રહ્યા નથી.

આ વર્ષે પ્રમુખ ટ્રમ્પે કૅનેડા પર આયાત શુલ્ક લાદ્યા હતા, જેમાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર 50 ટકા લેવીનો પણ સમાવેશ થાય છે. તેમણે અનેક વાર એમ પણ કહ્યું છે કે સરહદની પેલે પાર આવેલો તેમનો સાથી દેશ કૅનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જવું જોઈએ.

પરંતુ કૅનેડાએ તેનો આકરો જવાબ આપ્યો છે. વડા પ્રધાન માર્ક કાર્નીએ વારંવાર કહ્યું છે કે અમેરિકાના વર્ચસ્વવાળી, જૂના નિયમો પર આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હવે નબળી પડી રહી છે.

પરિણામે, 'મિડલ પાવર્સ', એટલે કે મોટી સત્તાઓની સરખામણીએ નાના, પરંતુ નોંધપાત્ર પ્રભાવ ધરાવતા દેશોએ એક થવું જોઈએ, જેથી તેઓ પોતાની વાત મનાવી શકે અને પોતાનો પ્રભાવ સ્થાપિત કરી શકે.

તો સવાલ એ છે કે શું મિડલ પાવર્સ દુનિયાને નવેસરથી આકાર આપી શકે છે?

રજૂઆત: કલ્પના શાહ

વીડિયો ઍડિટિંગ: અક્ષિત ગુપ્તા

ઓડિયો મીક્સિંગ: તિલક રાજ ભાટિયા

પ્રોડક્શન ડિઝાઇન: કાશિફ સિદ્દિકી

પ્રોડ્યુસર: મૅટ ટૉલસન

રિસર્ચર: એવી યાબ્સ્લી

ઍડિટર: ટૉમ બિગવૂડ

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, અમેરિકાના મિત્રરાષ્ટ્રો અને શત્રુઓ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન