21 લાખ ફૉલોઅર્સ, પરંતુ ચૂંટણીમાં માત્ર 33 મત મળ્યા
21 લાખ ફૉલોઅર્સ, પરંતુ ચૂંટણીમાં માત્ર 33 મત મળ્યા
પ્રકાશિત
સોશિયલ મીડિયા ઉપર ઓમ પ્રકાશ બિશ્નોઈના 21 લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. તેમણે જોધપુરની ઓસિયાંની એક ગ્રામ પંચાયત માટે સરપંચની ચૂંટણી લડી હતી. સોશિયલ મીડિયા ઉપર 21 લાખથી વધુ ફૉલોઅર્સ છે.
જોકે, તેમને પંચાયતની ચૂંટણીમાં 1600માંથી માત્ર 33 મત મળ્યા હતા. ચૂંટણીના પરિણામ પછી સોશિયલ મીડિયા ઉપર તેમની વ્યાપક ચર્ચા થઈ રહી છે.
ઓમ પ્રકાશ બિશ્નોઈ જ્યોતિષ છે અને ઇન્સ્ટાગ્રામ ઉપર 14 લાખ, યુટ્યૂબ ઉપર લગભગ સાડા પાંચ લાખ તથા ફેસબુક ઉપર સવા બે લાખ સબસ્ક્રાઇબર ધરાવે છે.
ઓમ પ્રકાશ બિશ્નોએ જોધપુર જિલ્લાના ઓસિયાં તાલુકાની 'ઇંદો કી ઢાણી' ગ્રામપંચાયતની સરપંચપદની ચૂંટણી લડી હતી.
જેનું પરિણામ 24મી ઑક્ટોબરે જાહેર થયું હતું.




