હરિ ભરવાડને પહેલો સ્ટેજ શો મણિરાજ બારોટ સાથે કેવી રીતે મળ્યો?
હરિ ભરવાડને પહેલો સ્ટેજ શો મણિરાજ બારોટ સાથે કેવી રીતે મળ્યો?
પ્રકાશિત
'હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય', 'કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી', 'દેખ તમાશા લકડી કા...' વગેરે ગીતો ગાઈને હરિ ભરવાડ બાળવયે જ ગુજરાતના સંગીતપ્રેમીઓમાં જાણીતા થયા હતા.
તેમણે ગાયેલાં ભજન અને ભક્તિગીતોની કૅસેટ્સ, સીડી (કૉમ્પેક્ટ ડિસ્ક)એ નેવુંના દાયકામાં ધૂમ મચાવી હતી.
લોકડાયરાના પ્રખ્યાત ગાયક મણિરાજ બારોટના ડાયરામાં હરિને નવ વર્ષની ઉંમરે જાહેર કાર્યક્રમમાં પ્રથમ વખત ગાવાનો અવસર મળ્યો હતો.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે તેઓ અત્યાર સુધી ક્યાં હતા? સોશિયલ મીડિયાના સમયમાં લોકકલાકારો, ગુજરાતી સંગીત પર તેની અસર, કારકિર્દી, ભવિષ્યના આયોજનો વગેરે જેવી બાબતો અંગે ચર્ચા કરી હતી.
રિપોર્ટર: તેજસ વૈદ્ય
શૂટ: પવન જયસ્વાલ
ઍડિટ: રિપુલ મકવાણા

ઇમેજ સ્રોત, Ekta Music world-YT/BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



