દશેરા : જ્યારે 'રાવણ'ના મૃત્યુ પર ગુજરાતમાં શોક મનાવાયો

ઇમેજ સ્રોત, Ramayan
તમે બાળપણમાં રામલીલા જરૂર જોઈ હશે. ટીવી પર રામાનંદ સાગરની રામાયણને લઈને તમારા મનમાં અનેક સવાલો હશે.
તસવીરોમાં જુઓ કે રામાનંદ સાગરની રામાયણ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા.
- રામાયણના 78 એપિસોડ પૂરા થતાં દર્શકોએ લવકુશની કહાણીની માગ કરી. આ કહાણી માટે રામાનંદ સાગર તૈયાર નહોતા અને તેઓએ કહ્યું કે જો તેઓ લવકુશની કહાણી રચશે તો એ એક કાલ્પનિક કહાણી હશે. આ કહાણી ટીવી પર આવતાં અનેક વિવાદો સામે આવ્યા અને રામાનંદ સાગર પર દસ વર્ષ સુધી કોર્ટમાં કેસ ચાલ્યો.

ઇમેજ સ્રોત, Ramayan
- 80ના દશકમાં જ્યારે રામાયણ ધારાવાહિક ટીવી પર આવી ત્યારે તેની સાથે કેટલીય સ્પેશિયલ ઇફેક્ટ્સ પણ જોવા મળી હતી. જેમ કે હનુમાનજી સંજીવની જડીબુટ્ટી લાવ્યા, પુષ્પક વિમાન ઉડાડ્યું વગેરે.

ઇમેજ સ્રોત, Ramayan
- પ્રેમ સાગર જણાવે છે કે જ્યારે રામાયણ દરમિયાન કેટલાય જુનિયર કલાકારોની જરૂર પડી તો ગામેગામ લઈને ઢોલ વગાડીને જાહેરાત કરાતી હતી અને કલાકારોને સામેલ કરતા હતા.

ઇમેજ સ્રોત, Sagar Arts
- પ્રેમ સાગર જણાવે છે, સ્પેશિયલ ઇફેક્ટ્સ વિશે જાણવા માટે તેઓએ ઓરિજિનલ કિંગ કોંગના નિર્માતા સાથે હોલીવૂડમાં મુલાકાત કરી હતી. સાથે જ ઘણાં પુસ્તકો વાંચીને રામાયણમાં ઇફેક્ટ્સ ઉમેરવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Sagar Arts
- પાંચ મહાદ્વીપોમાં દેખાયેલી રામાયણને વિશ્વભરમાં 65 કરોડથી વધુ લોકોએ ટીવી પર જોઈ હતી. ગુજરાતમાં અનેક લોકો ટીવી પર અરૂણ ગોવિલની એન્ટ્રી પર સાક્ષાત નમસ્કાર કરતા. ગામડાંઓ અનેક શ્રદ્ધાળુઓએ ટીવીની પૂજા પણ કરતાં.

ઇમેજ સ્રોત, Sagar Arts
- કહેવાય છે કે એ સમયે રામાયણના પ્રસારણ દરમિયાન ઑફિસરથી લઈને નેતાને લોકોને મળવાનું તો દૂર, કોઈનો ફોન પણ ઉપાડવાનું પસંદ નહોતા કરતા

ઇમેજ સ્રોત, Sagar arts
- દર અઠવાડિયે રામાયણનો નવા એપિસોડની કૅસેટ દૂરદર્શન ઑફિસમાં મોકલાતી. ઘણી વાર તો આ કૅસેટ પ્રસારણના અડધા કલાક પહેલાં જ પહોંચતી. રામાયણનું શૂટિંગ સતત 550થી વધુ દિવસો સુધી ચાલ્યું હતું.

ઇમેજ સ્રોત, Sagar arts
- જ્યારે 'રામાયણ'માં રાવણનું મૃત્યુ થાય છે ત્યારે રાવણનું ભૂમિકા નિભાવનારા અરવિંદ ત્રિવેદીના ગામમાં શોક મનાવવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, Sagar Arts
- રામાયણમાં રામસેતુના નિર્માણનું દૃશ્ય ચેન્નાઈમાં શૂટ કરવામાં આવ્યું હતું. પ્રેમ સાગર જણાવે છે કે ચેન્નાઈના નીલા સાગર જેવું દૃશ્ય ગુજરાતમાં મળ્યું નહોતું. આથી ચેન્નાઈમાં શૂટિંગ કરવું પડ્યું હતું.

ઇમેજ સ્રોત, Sagar art
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















