મૅક્સિકોનું વર્લ્ડકપ ઍમ્બેસેડર બતક મર્લિન

વીડિયો કૅપ્શન, મૅક્સિકોનું વર્લ્ડકપ ઍમ્બેસેડર બતક મર્લિન
મૅક્સિકોનું વર્લ્ડકપ ઍમ્બેસેડર બતક મર્લિન
પ્રકાશિત

2026ના ફિફા વર્લ્ડકપ ફૂટબૉલ ટુર્નામેન્ટ 11 જૂનથી શરૂ થઈ ગઈ છે.

પહેલી વખત છે કે ફિફા વર્લ્ડકપ ફૂટબૉલનું આયોજન ત્રણ દેશ મળીને થઈ રહ્યું છે.

1 જૂનથી 19 જુલાઈ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટની યજમાની અમેરિકા, મૅક્સિકો અને કૅનેડા મળીને કરવામાં આવી છે.

ત્રણ દેશોનાં 16 શહેરોમાં 104 મૅચ બાદ દુનિયાને ખબર પડશે કે વર્લ્ડકપનો બાદશાહ કોણ છે.

અમેરિકાનાં 13, મૅક્સિકોનાં ત્રણ અને કૅનેડાનાં બે શહેરોમાં આ મુકાબલા યોજાઈ રહ્યા છે.

ફિફા વર્લ્ડકપ ફૂટબૉલ ટુર્નામેન્ટનું ઍમ્બેસેડર બે વર્ષનું આ પાળેલું બતક વાઇરલ થઈ ગયું છે. શહેરના રસ્તા પર તે મૅક્સિકોની ટીમ જર્સી અને ખાસ મોજાં પહેરીને દોડા દોડ કરી રહ્યું છે.

ફિફા વર્લ્ડકપ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Daniel Cardenas/Anadolu via Getty Images