ગુજરાતમાં જળબંબાકાર બાદ વરસાદનું જોર વધશે, હવે આ જિલ્લામાં રેડ ઍલર્ટ

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં જળબંબાકાર બાદ વરસાદનું જોર વધશે, હવે આ જિલ્લામાં રેડ ઍલર્ટ
પ્રકાશિત

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે.

આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટ યથાવત્ રાખ્યું છે. સુરત, વલસાડ અને દમણમાં અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો હતો.

આવતી કાલે ચાર જુલાઈની સ્થિતિએ હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ ઍલર્ટ છે.

અત્યાર સુધી ગુજરાતના જે વિસ્તારો બાકી હતા ત્યાં પણ હવે વરસાદ પડશે. ત્યાં વરસાદ ન પાડવાનાં કારણોમાં ઘણી સિસ્ટમ જવાબદાર હતી.

હવે ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં વરસાદની અનુકૂળ પરિસ્થિતિઓ પાછળ અમુક કારણો જવાબદાર છે જેમાં ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી શરૂ કરીને બંગાળની ખાડીના લો-પ્રેશર એરિયા સુધી એક સિઝનલ ટ્રફ સક્રિય થઈ છે જે અત્યાર સુધી પાકિસ્તાન અને રાજસ્થાનના ઉત્તરી ભાગોમાં સક્રિય હતી, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો નોંધાતો હતો, તે હવે નીચે તરફ આવતા ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે.

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન