છોકરાઓએ બસ સંભાળી, ચાલુ બસે ડ્રાઇવર બેભાન થયાં, પછી શું થયું?

છોકરાઓએ બસ સંભાળી, ચાલુ બસે ડ્રાઇવર બેભાન થયાં, પછી શું થયું?

અમેરિકાના મિસિસિપીમાં 12-15 વર્ષનાં 40 બાળકો બસમાં સ્કૂલે જઈ રહ્યાં હતાં.

બસ હાઇવે ઉપર હતી, ત્યારે જ ડ્રાઇવર લેહ ટેલરને અસ્થમાનો ઍટેક આવ્યો હતો.

ડ્રાઇવર પોતાની દવા લઈ શકે, તે પહેલાં તેમણે ભાન ગુમાવી દીધું.

બસના સિક્યૉરિટી કૅમેરામાં જોઈ શકાય છે કે, ડ્રાઇવરની પાછળ બેઠેલા છોકરાએ તરત જ સ્ટિયરિંગ સંભાળ્યું હતું.

આ છોકરાએ મદદ માટે અન્ય બાળકોને બોલાવ્યાં.

બાળકોએ ડ્રાઇવરને પ્રાથમિક સારવાર આપી અને મદદ માટે કૉલ કર્યાં.

સ્વસ્થ થયાં પછી ડ્રાઇવર લેહ ટેલરે 'પોતાની તથા બસ ઉપર સવાર અન્યોનો જીવ બચાવવા બદલ બાળકોનો આભાર માન્યો.'

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન