મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતની હાલત કેવી છે?
મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતની હાલત કેવી છે?
પ્રકાશિત
ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાના વિરોધમાં મોરબીના જેતપર ગામે કેટલાક ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.
છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કેટલાક ખેડૂતોની તબિયત પણ કથળી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ખેડૂતોનું કહેવું છે કે આ સરકારને અનેક વાર રજૂઆતો કરી છે, લેખિતમાં આવ્યું છે, પણ તેમનું કોઈ સાંભળતું નથી.
ખેડૂતોનું એવું પણ કહેવું છે જો સરકાર તેમની સ્થિતિ નહીં સમજે તો આવનારી ચૂંટણીમાં તેની અસર દેખાશે.
આ ઉપવાસી ખેડૂતોએ શું કહ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



