ગુજરાતમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં આ તારીખે પડશે ગાજવીજ સાથે વરસાદ

ગુજરાતમાં આગામી 8 અને 9 મે સુધી ગાજવીજ અને 30થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, અમદાવાદ અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે.

9 મે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતાં વરસાદ બંધ થશે અને ગરમીનો નવો દોર શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9થી 12 મે વચ્ચે તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે અને પારો 42થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી અને બફારાનો અનુભવ થશે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે, જ્યારે દમણમાં તાપમાન ઘટ્યું છે.

હાલમાં રાજસ્થાન પર એક અપર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે જે સમુદ્રની સપાટીથી 1.5 કિમીની ઉંચાઈએ સ્થિત છે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની આગાહી નથી.

આ ઉપરાંત 9થી 12 મે દરમિયાન ગુજરાતમાં ગરમ અને ભેજવાળી હવા રહેવાના કારણે ઉકળાટ વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના કિનારાવર્તી ભાગોમાં આવી સ્થિતિ જોવા મળશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન