ગુજરાત : 5 વીડિયોમાં જુઓ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ કેવા હાલ થયા

વીડિયો કૅપ્શન, સુરત: 14 ઇંચ વરસાદથી પાણીમાં ડૂબેલા વિસ્તારોનો ડ્રોન વીડિયો
ગુજરાત : 5 વીડિયોમાં જુઓ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ કેવા હાલ થયા
વરસાદ, સુરત, બીબીસી ગુજરાતી
પ્રકાશિત

છેલ્લા બે ચાર દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ વરસાદની આગાહી છે.

ભારે વરસાદથી સુરત શહેર સહિતના આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ દેખાઈ રહી છે.

સુરતમાં પલસાણા અને કામરેજ તાલુકા, નવસારી જિલ્લાના નવસારી તાલુકા અને સુરત સિટી ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

કેટલીક જગ્યાએ અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.

દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ ખાતે કેટલાંક છૂટાંછવાયાં સ્થળોએ અતિશય ભારે વરસાદ પડ્યો છે.

સુરતમાં 24 કલાકમાં 14 ઇંચ જેટલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

અલગ-અલગ ફ્લૅટ અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ જોવા મળી હતી. અનેક દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં વેપારીઓને નુકસાન થયું છે.

વિવિધ ટીમોએ મળીને અંદાજે ત્રણ હજાર લોકોને રૅસ્ક્યૂ કર્યા હતા.

પાણી દુકાનોમાં ઘૂસતાં વેપારીઓની શું હાલત થઈ?

સુરત શહેરમાં 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતાં કેટલાક કૉમ્પ્લેક્સમાં પાણી ભરાયાં હતા.

દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની હાલત પણ કફોડી થઈ છે.

દુકાનદારોએ કહ્યું કે, સામાન બચાવવા માટે આખી રાત મથામણ કરી હતી.

વીડિયો કૅપ્શન, સુરત: પાણી જેમની દુકાનોમાં ઘૂસ્યાં તે વેપારીઓની શું હાલત થઈ?

નવસારીમાં મુસાફરોથી ભરેલી બસ પાણીમાં ફસાઈ

નવસારીના ગણદેવીમાં ભારે વરસાદને પગલે એક બસ જળભરાવને કારણે આગળ વધી શકી નહોતી. જેના કારણે બસમાંના મુસાફરો ફસાયા હતા. ગણદેવી ફાયર વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા.

વીડિયો કૅપ્શન, નવસારીમાં મુસાફરોથી ભરેલી બસ પાણીમાં ફસાઈ, લોકોના જીવ કેવી રીતે બચાવાયા?

સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો

સુરતના વરાછામાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો હતો. પોલીસે ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વીડિયો કૅપ્શન, સુરતમાં અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો

સુરતમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે વરરાજા પરણવા નીકળ્યા

સુરતમાં ભારે વરસાદ વચ્ચે વરરાજા છત્રી સાથે ઘોડે ચઢ્યા હતા. સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વીડિયો કૅપ્શન, સુરતમાં ભારે વરસાદ વચ્ચે જ્યારે વરરાજા પરણવા નીકળ્યા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન