'2024માં પણ પેપર લીક થયાં હતાં' નીટની પરીક્ષા રદ થતાં ગુજરાતી વિદ્યાર્થીઓ શું બોલ્યા?
'2024માં પણ પેપર લીક થયાં હતાં' નીટની પરીક્ષા રદ થતાં ગુજરાતી વિદ્યાર્થીઓ શું બોલ્યા?
નૅશનલ ટેસ્ટિંગ એજન્સીએ તારીખ ત્રીજી મેના રોજ આયોજિત નીટ (યુજી) 2026 પરીક્ષા રદ કરી દીધી છે.
એનટીએએ કહ્યું કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરાઈ છે. 10 મેના રોજ રાજસ્થાનમાં પેપર લીક સંબંધિત અહેવાલો સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મેડિકલના અભ્યાસ માટે આયોજિત આ પરીક્ષામાં આશરે 22 લાખ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા, હવે તેમણે ફરીથી પરીક્ષા આપવી પડશે.
જોકે, આના માટે વધારાની કોઈ ફી લેવામાં નહીં આવે. એનટીએએ જાહેરાત કરી છે કે આ પરીક્ષા ફરીથી આયોજિત કરાશે.
પરીક્ષાની નવી તારીખો અને ઍડમિટ કાર્ડનું શેડ્યૂલ ટૂંક સમયમાં સત્તાવાર ચૅનલો મારફતે જાહેર કરવામાં આવશે.




