ભારતના દરિયામાં ચોમાસાની વહેલી શરૂઆતની શક્યતા, ગુજરાતમાં હવે હવામાન બદલાશે
ભારતના દરિયામાં ચોમાસાની વહેલી શરૂઆતની શક્યતા, ગુજરાતમાં હવે હવામાન બદલાશે
પ્રકાશિત
હવામાન વિભાગની આગાહી મુજબ 16 મેના રોજ આંદામાન સાગર અને બંગાળની ખાડીમાં ચોમાસું પ્રવેશી જશે. ત્યાર બાદ તે કેરળ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ આગળ વધશે.
ગુજરાતમાં 21-22 મેની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પ્રી-મૉન્સૂન ઍક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે.
કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી તરફ, રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને થોડી રાહત મળશે.
17 મે સુધી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને 21 મે સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
વધુ વીડિયોમાં જુઓ...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



