You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચોમાસું આવતીકાલે ભારતના દરિયામાં પહોંચી શકે
હવામાન વિભાગે ભારતમાં ચોમાસું બેસવાની તારીખની જાહેરાત કરી દીધી છે. આ વર્ષે પણ ચોમાસું તેના સમય કરતાં વહેલું શરૂ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પ્રમાણે આ વર્ષે કેરળમાં 26 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. જેમાં ચાર દિવસ આગળ પાછળ થઈ શકે છે.
કેરળમાં ચોમાસું શરૂ થવાની તારીખ 1 જૂન હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસું દેશમાં વહેલું શરૂ થવાની જાહેરાત હવામાન વિભાગે કરી છે.
હાલની સ્થિતિ મુજબ ચોમાસું ઝડપથી આગળ વધે તેના માટેની તમામ પરિસ્થિતિ અનુકૂળ છે અને જો સ્થિતિ આ જ પ્રમાણે રહી તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે.
ચોમાસું સૌથી પહેલાં આંદામાન - નિકોબારના ટાપુઓ પર પહોંચે છે અને તે બાદ તે આગળ વધીને કેરળ પર પહોંચે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન