પોલીસે 200 કરતાં વધુ બાઇકો પર બુલડોઝર કેમ ફેરવ્યું?

પોલીસે 200 કરતાં વધુ બાઇકો પર બુલડોઝર કેમ ફેરવ્યું?
પ્રકાશિત

ન્યૂયૉર્ક પોલીસે એકસાથે 200 કરતાં પણ વધુ બાઇકો પર બૂલડોઝર ચલાવ્યું હતું.

ન્યૂયૉર્ક સિટી પોલીસે આ રીતે ગેરકાયદેસર બાઇકોનો નાશ કર્યો હતો.

બારમી મેના રોજ ગેરકાયદેસર અને નોંધાયા વગરનાં વાહનો પર આવી કાર્યવાહી કરાઈ હતી.

ન્યૂયૉર્ક પોલીસ કમિશનરે કહ્યું છે કે આવાં વાહનોનો ઉપયોગ ઘણીવાર ગુનાઓ કરવા માટે કરવામાં આવે છે.

અને તે એક જાહેર સલામતીનો ગંભીર મુદ્દો બની ગયો છે. ન્યૂયૉર્ક પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, 2026 ની શરૂઆતથી પાંચ હજારથી પણ વધુ આવાં ગેરકાયદેસર વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે.