You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : બૅન્કમાં હથિયારો સાથે ત્રાટકીને ફિલ્મી સ્ટાઇલમાં 50 લાખની લૂંટ, પોલીસે શું કહ્યું?
સુરતમાં ધોળેદિવસે હથિયારો સાથે ત્રાટકીને થયેલી 50 લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે.
વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની શાખામાં સોમવારે હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા હતા.
5થી 6 જેટલા લૂંટારાઓએ પિસ્તોલની અણીએ બૅન્ક કર્મચારીઓને બંધક બનાવી અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટી લીધી હતી. બૅન્કમાં ચાલતી કૅશ ડિપોઝિટની કામગીરીના સમયે જ લૂંટારૂઓ ચોરીને અંજામ આપીને ફરાર થઈ જતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
લૂંટને અંજામ આપીને આરોપીઓ સ્પોર્ટ્સ બાઇકમાં ફરાર પણ થઈ જવામાં સફળ રહ્યા હતા.
આ આખી ઘટના બાદ પોલીસે પણ શહેરમાં નાકાબંધી કરી દીધી હતી.
સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો આ ઘટનાની તપાસમાં જોડાઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન