ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની શક્યતા

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની શક્યતા
ગુજરાતમાં આ તારીખ સુધી અતિભારે વરસાદની શક્યતા
પ્રકાશિત

ગુજરાતમાં દક્ષિણ અને મધ્ય ગુજરાત બાદ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.

હવામાન વિભાગ અનુસાર, લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં 27થી 28 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અડધા ગુજરાતમાં રેડ ઍલર્ટ વર્તાઈ રહ્યું છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાજેતરમાં 50 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેનાથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

આગામી બે-ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ચાલુ રહેશે.

guajrat, monsoon, gujarat rain, બીબીસી ગુજરાતી, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images