વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ કારણ હોઈ શકે
વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ કારણ હોઈ શકે
શું તમારા પણ ખૂબ વાળ ખરે છે? વાળ ખરવા પાછળ કોઈ એક નહીં પરંતુ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.
સ્ટ્રેસ, થાઇરોયડ, ડાયાબિટીસ, પ્રદૂષણ, ડેન્ડ્રફ, ક્ષારવાળું પાણી તેમજ શરીરમાં આયર્ન, કૅલ્શિયમ અને B12 ની કમીને કારણે વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.
સામાન્ય રીતે દિવસમાં 50 થી 100 વાળ ખરવા એ સામાન્ય છે, પરંતુ જો તેનાથી વધુ વાળ ખરતા હોય તો યોગ્ય કારણ શોધીને સારવાર લેવી જરૂરી છે.
તણાવની અસર 3 થી 6 મહિના પછી પણ વાળ પર દેખાઈ શકે છે. જો સમસ્યા ચાલુ રહે તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



