You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુદ્ધથી ઘેરાયેલા ગામમાં ફસાયેલાં 77 વર્ષીય વૃદ્ધાને રોબૉટે બચાવ્યાં
યુક્રેનના યુદ્ધના મેદાનમાં 77 વર્ષીય એક વૃદ્ધાની સુરક્ષા માટે સેનાએ એક અનોખું અભિયાન ચલાવ્યું હતું. ગ્રાઉન્ડ ડ્રોનની મદદથી તેમને એ ગામમાંથી બહાર કઢાયાં જે યુદ્ધથી ઘેરાયેલું છે.
યુક્રેનના પૂર્વમાં એક ડ્રોન તૂટેલા રસ્તાઓ પર નજર રાખતા રાખતા આગળ વધી એક વૃદ્ધા પાસે પહોંચ્યું.
વૃદ્ધા પોતાના વેરાન થઈ ગયેલા ગામને છોડીને બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
તેઓ ધીરે ધીરે આગળ વધી રહ્યાં હતાં અને તેમના સુધી પહોંચનારી મદદ હજુ પણ રસ્તામાં હતી.
યુક્રેનની સેનાએ ચાર કલાકના ઑપરેશનનો વીડિયો જારી કર્યો છે. જેમાં જમીન પર ચાલતું એક ડ્રોન યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પગપાળા પસાર થઈ રહેલાં મહિલા સુધી મોકલવામાં આવ્યું.
અમે એન્તોનીના નામના વૃદ્ધ સુધી પહોંચવામાં સફળ રહ્યાં.
બીબીસી સંવાદદાતા જેસિકા પાર્કરનો અહેવાલ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન