ગુજરાત : ઝાડ પરથી અનેક પક્ષીઓ પડ્યાં, સ્થાનિકોમાં ડર

વીડિયો કૅપ્શન, ગુજરાત: ઝાડ પરથી અનેક પક્ષીઓ પડ્યાં, સ્થાનિકોમાં ડર, ઝેરી ગૅસનું ગળતર?
ગુજરાત : ઝાડ પરથી અનેક પક્ષીઓ પડ્યાં, સ્થાનિકોમાં ડર
પ્રકાશિત

અચાનક ઝાડ પરથી પક્ષીઓ ટપોટપ પડવાં માંડ્યાં અને 200થી વધુ અબોલ જીવનાં મોત થયાં.

રવિવારે સાંજે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વત્રા-વટાદરા ગામના સીમ વિસ્તારમાં આ ઘટના બની ત્યારે સ્થાનિકો ફફડાટ ફેલાઈ ગયો હતો.

બીબીસી ગુજરાતીના સ્થાનિક સહયોગી નચિકેત મહેતા જણાવે છે, "કથિત ઝેરી ગૅસને કારણે કેટલાક ગ્રામજનોએ શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ સિવાય ઊલટી અને ઊબકાંની ફરિયાદ પણ કરી હતી. આ સિવાય વત્રા અને વટાદરાના લગભગ પાંચસો વીઘા પાકમાં ડાંગરના ઊભા પાકને નુકસાન થયું છે."

ગ્રામજનોની ફરિયાદના પગલે અલગ-અલગ વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન