Monsoon 2026 : ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું પડ્યું, હવામાન વિભાગે આ આગાહી કરી

વીડિયો કૅપ્શન, Monsoon 2026 : ગુજરાત સુધી પહોંચવામાં હજુ મોડું થશે ચોમાસું, કેમ ધીમી પડી ચોમાસાની ઝડપ?
Monsoon 2026 : ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું નબળું પડ્યું, હવામાન વિભાગે આ આગાહી કરી
પ્રકાશિત

ગુજરાતમાં અત્યારે બફારા સાથે ગરમીની લહેર જોવા મળી રહી છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક જિલ્લાઓમાં તડકો પણ છે.

ભારતમાં ગત 4 જૂને ચોમાસાનું આગમન થયું ત્યારથી ગરમીથી ત્રસ્ત ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં પણ વધુ જોવા મળ્યું હતું.

અગાઉના દિવસની સરખામણીમાં ગુજરાતનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને, અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અગાઉ દિવસે 41. 9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

ત્યારે ચોમાસાની વાત કરીએ તો હાલ ચોમાસાનો ઉત્તરીય છેડો મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે.

તે ઉપરાંત હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં 11 જૂનના દિવસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.

ત્યારે હાલ ચોમાસાની શું સ્થિતિ છે, તેના આગળ વધવા માટેની પરિસ્થિતિઓ વિશે હવામાન વિભાગે શું આગાહી કરી જાણીએ આ અહેવાલમાં.

જુઓ આ વીડિયોમાં

વીડિયો: દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

વેધર, વરસાદ, ચોમાસું, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન