બનાસકાંઠામાં પતિએ ₹50,000માં પત્નીનો મિત્રો સાથે 'સોદો' કર્યો, મિત્રો સામે 'બળાત્કાર'નો કેસ, શું છે સમગ્ર મામલો?

બનાસકાંઠા, પત્ની પર અત્યાચાર, પતિ દ્વારા પત્ની વેચવાનો બનાવ, પાલનપુર ગુનો, ક્રાઇમ, બીબીસી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, બનાસકાંઠા પોલીસે આ મામલે સાત આરોપીની ધરપકડ કરી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

નોંધઃ આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.

"પાલનપુરમાં ફક્ત 50 હજારમાં પતિએ પત્નીને વેચી મારી અને ખરીદનાર પતિના જ મિત્રોએ ભોગ બનનાર મહિલા પર બળાત્કાર ગુજાર્યા હતો."

આ વિગત પાલનપુર પશ્ચિમ પોલીસે 26મેના રોજ એક પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સમક્ષ જાહેર કરી હતી.

ગુજરાતના બનાસકાંઠાના પાલનપુરમાં 'મહિલા સામેના ગુનાનો એક અત્યંત સંવેદનશીલ મામલો' સામે આવ્યો છે.

આ કેસમાં, આરોપી પતિેએ સૌ પ્રથમ 11મેના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પત્નીના ગુમ થયાની જાણવા જોગની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ આ ગુમ થયેલ મહિલા બાબતે તપાસ કરી રહી હતી

ત્યારે તેના બે દિવસ પછી જ પતિએ બીજા પોલીસ સ્ટેશન પાલનપુર પૂર્વમાં પણ પત્નીના ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ આપી.

ત્યારે, પોલીસને આ મામલે શંકા ગઈ. પોલીસે તપાસ કરી તો પતિનો 'ભાંડો' ફૂટી ગયો.

પાલનપુર પોલીસનું શું કહેવું છે?

બનાસકાંઠા, પત્ની પર અત્યાચાર, પતિ દ્વારા પત્ની વેચવાનો બનાવ, પાલનપુર ગુનો, ક્રાઇમ, બીબીસી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

પોલીસ અનુસાર, 11મેના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે એક ગુમ થયાની ફરિયાદ આવી હતી જેમાં એક પતિએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનાં પત્ની ગુમ થયાં છે.

13મેના રોજ એક બીજી ફરિયાદ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં તે જ વ્યક્તિ દ્વારા નોંધાવવામાં આવી હતી. તેમાં પણ ફરિયાદ એ જ હતી કે તેમનાં પત્ની ગાયબ છે.

અગાઉની ફરિયાદના આધારે પાલનપુર પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી હતી. ત્યારે બીજી ફરિયાદ આવતા પોલીસને શંકા ગઈ હતી. પછી પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ અને પોલીસે ભોગ બનનાર મહિલાને શોધી કાઢ્યા હતા.

જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરી તો મહિલાએ કહ્યું કે તેને બીજા કોઈએ નહીં પરંતુ તેના જ પતિએ તેને વેચી દીધી હતી.

પોલીસને તે મહિલાએ જણાવ્યું કે "50,000 રૂપિયામાં મહિલાના પતિએ કેટલાક લોકોને વેચી દીધી હતી."

પોલીસ અનુસાર, આરોપી પતિએ તેના મિત્રોને પોતાની પત્ની 50 હજારમાં વેચી દીધી હતી. પત્નીનો એ પણ આરોપ હતો કે દરમિયાન તેના પર એ લોકોએ બળાત્કાર પણ કર્યો હતો.

આરોપીએ મહિલાનાં ઘરેણાં પણ વેચી માર્યાં

પોલીસ અનુસાર, મહિલા જ્યારે આરોપીના મિત્રોના કબજામાં હતી ત્યારે આરોપીના મિત્રોએ બળજબરીપૂર્વક મહિલાનાં ઘરેણાં, કે જેમાં મહિલાની કાનની બુટ્ટીનો સમાવેશ થાય છે, તે લઇને વેચી માર્યાં હતાં.

પોલિસે મીડિયા સમક્ષ આપેલી માહિતી મુજબ, પતિના મિત્રો પર ભોગ બનનાર મહિલાને ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યાનો પણ આરોપ લાગ્યો છે.

પાલનપુર પશ્ચિમ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આરકે પટેલ અને પોલીસની ટીમે મુખ્ય આરોપી પતિ સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

મુખ્ય આરોપી પતિ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનો પણ પોલીસનો દાવો છે.

પાલનપુર પોલીસે આ કેસને કેવી રીતે ઉકેલ્યો?

બનાસકાંઠા, પત્ની પર અત્યાચાર, પતિ દ્વારા પત્ની વેચવાનો બનાવ, પાલનપુર ગુનો, ક્રાઇમ, બીબીસી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

ઇમેજ કૅપ્શન, પાલનપુરના ડીવાયએસપી જિગ્નેશ ગામીત
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ આખા પ્રકરણ બાબતે પાલનપુરના ડીવાયએસપી જિગ્નેશ ગામીતે મીડિયાને વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પાલનપુર પશ્ચિમ અને પૂર્વ એમ બે પોલીસ સ્ટેશનમાં બે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જિગ્નેશ ગામીત જણાવે છે, "અમને આ વિશે શંકા ગઈ તેથી જિલ્લા પોલીસે તેની ખૂબ ઝીણવટપૂર્વક અને ઊંડી તપાસ કરવામાં આવી."

ડીવાયએસપી જીગ્નેશ ગામીત કહે છે, "આમ ગુમ થયાની બે જાણવા જોગ ફરિયાદ દાખલ થઈ, ત્યારે તે ફરિયાદી પતિને પોલીસ દ્વારા શોધીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ આ મામલે વધુ ખુલાસા સામે આવ્યા અને તમામ ઘટનાક્રમની વિગતો પોલીસને મળી હતી."

પોલીસે બાદમાં ફરિયાદીનાં પત્નીને પણ શોધી કાઢ્યા હતા. પરંતુ જ્યારે તેમની આ ફરિયાદ મામલે પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસને સમગ્ર ઘટનાક્રમનો ચિતાર મળ્યો હતો.

જિગ્નેશ ગામીતના જણાવ્યા પ્રમાણે, "ફરિયાદી પતિએ જ તેમનાં પત્નીને માત્ર 50 હજાર જેટલી રકમ માટે વેચી દીધા હતા. પતિએ તેની પત્નીને અન્ય મિત્રને પણ વેચી હોવાની જાણકારી મળી હતી."

ડીવાયએસપી જિગ્નેશ ગામીત કહે છે, "ફરિયાદી પતિના મિત્રો દ્વારા ફરિયાદીની પત્ની પર બળાત્કાર પણ ગુજારવામાં આવ્યો હતો. બાદમાં કાનમાં પહેરવાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા."

તેમનું કહેવું છે, પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલાની વધુ તપાસ કરી રહી છે.

પોલીસે સાત આરોપીને પકડી પાડ્યા

બનાસકાંઠા, પત્ની પર અત્યાચાર, પતિ દ્વારા પત્ની વેચવાનો બનાવ, પાલનપુર ગુનો, ક્રાઇમ, બીબીસી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/BBC

પાલનપુર પોલીસના જણાવ્યા અનુસાર આ ગુના સંદર્ભે કુલ સાત આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે.

આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પોલીસે પકડી પડ્યા હતા.

ડીવાયએસપી જિગ્નેશ ગામીતે જણાવ્યું, સાત જેટલા આરોપીઓને પોલીસ દ્વારા પકડવામાં છે. તમામના સ્થાનિક કોર્ટ મારફતે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

પોલીસનું કહેવું છે, મુખ્ય આરોપી પતિ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે, આરોપીના ભૂતકાળના ગુનાઓની પણ તપાસ પોલીસ કરી રહી છે.

બીબીસી ગુજરાતીએ આરોપીઓનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી પરંતુ તે આ લખાય છે ત્યાં સુધી તેમના તરફથી કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી. જ્યારે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે તેની વિગતો આ લેખમાં ઉમેરવામાં આવશે.

મામલાની સંવેદનશીલતાને ધ્યાને રાખીને અમે આરોપી કે ફરિયાદીની ઓળખ જાહેર કરી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન