પાંચ બાળકની માતાનું 24 કલાકમાં જ મોત, નિતંબોને મોટા કરવાની સર્જરી કેટલી જોખમી હોય?

ઇમેજ સ્રોત, PA Media
- લેેખક, શોના ઇલિયટ
- પદ, બીબીસી ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન્સ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 12 મિનિટ
સપ્ટેમ્બર 2024ની એક સવારે ભાડાના બ્યુટી સલૂનમાં થોડા સમય માટે ઊભા કરાયેલા ક્લિનિકમાં સર્જરી વિનાની બ્રાઝિલિયન બટ લિફ્ટ (BBL) કરાવવા માટે ઍલિસ વેબ ગયાં હતાં. આ પ્રક્રિયામાં નિતંબમાં મોટી માત્રામાં ડર્મલ ફિલરનાં ઇન્જેક્શન આપવામાં આવે છે.
તેમને આશા હતી કે બપોરે બાળકોને શાળાએથી લાવવાના સમય પહેલાં તેમની સારવાર પૂરી થઈ જશે. પરંતુ 33 વર્ષીય ઍલિસ ક્યારેય ઘરે પાછાં ન ફર્યાં.
પાંચ સંતાનોનાં માતા ઍલિસનું આ સારવાર કરાવ્યાના 24 કલાકની અંદર જ મૃત્યુ થયું. સર્જરી વિનાની BBL પ્રક્રિયા કરાવ્યા બાદ મૃત્યુ થયું હોય તેવી બ્રિટનમાં નોંધાયેલી પ્રથમ વ્યક્તિ બન્યાં. તેમના મૃત્યુનું કારણ નક્કી કરવા માટે પાનખરમાં સત્તાવાર તપાસ હાથ ધરાશે.
ઍલિસની ઘટના હવે બ્રિટનમાં ઝડપથી વિકસી રહેલા સૌંદર્ય ઉદ્યોગ અંગે ચાલી રહેલી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. શરીરના દેખાવમાં ફેરફાર કરતાં કૉસ્મેટિક ઇન્જેક્શનો મુખ્ય બજારોમાં આવેલાં બ્યુટી સલૂનથી માંડીને ભાડે લેવાયેલી ઑફિસો અને હોટલના રૂમ સુધી, લગભગ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે.

છેલ્લાં બે વર્ષથી હું આ ઉદ્યોગની તપાસ કરી રહી છું. ક્લિનિકનાં બંધ બારણાં પાછળ ખરેખર શું ચાલી રહ્યું છે, એ જાણવા માટે મેં મારી ઓળખ છુપાવીને તપાસ કરી.
ઑફિસની ઇમારતોમાં કામચલાઉ ધોરણે બનાવેલા સારવારખંડોમાં મારા શરીરમાં સેંકડો મિલીલિટર ફિલર ભરવા તત્પર લોકો મને મળ્યા. યોગ્ય તબીબી સલાહ લીધા વિના જ મને માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી મળવી જોઈએ એવી દવાઓ આપવાની રજૂઆત કરવામાં આવી.
એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર લેબલ વિનાનાં વજન ઘટાડવાનાં ઇન્જેક્શન પણ મને વેચવામાં આવ્યા. મેં ડઝનેક મહિલાઓ સાથે વાત કરી છે. તેમણે જણાવ્યું કે જે કૉસ્મેટિક ઇન્જેક્શનોને પીડારહિત અને ઓછા જોખમવાળાં કહીને વેચવામાં આવતાં હતાં, એ જ ઇન્જેક્શનોને કારણે તેમને અસહ્ય પીડા સહન કરવી પડી.
ત્યાર બાદ લાગેલા ચેપને કારણે કેટલીક મહિલાઓને હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. કૉસ્મેટિક સારવાર માટે માન્યતા આપતી સંસ્થા 'સેવ ફેસ'ના જણાવ્યા પ્રમાણે, કૉસ્મેટિક પ્રક્રિયાઓને કારણે ગંભીર નુકસાન થયું હોય એવા અનેક કેસ તેમની સામે આવ્યા છે. તેમાં પાંપણની ખોટી રીતે થયેલી સર્જરીને કારણે આંખો બંધ ન કરી શકતા એક દર્દીનો અને લાઇપોસક્શન દરમિયાન આંતરડાંમાં કાણાં પડી ગયેલાં અન્ય એક દર્દીનો સમાવેશ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'સેવ ફેસ'નાં ડિરેક્ટર એશ્ટન કૉલિન્સ જણાવે છે, "આ બધું એટલું ભયાનક છે, જાણે કોઈ હોરર ફિલ્મ. આવી પ્રક્રિયાઓ આપણા મુખ્ય બજારોમાં જ કરવામાં આવી રહી છે."
UK કૉસ્મેટિક ઇન્જેક્શનના મામલે યુરોપનાં સૌથી ઓછાં નિયમન ધરાવતાં બજારો પૈકીનું એક છે. યુરોપના ઘણા દેશોથી વિપરીત, UKમાં કોઈ પણ વ્યક્તિ ડર્મલ ફિલરનાં ઇન્જેક્શન આપવાની તાલીમ કાયદેસર રીતે મેળવીને સામાન્ય લોકોને આવી સારવાર આપી શકે છે.
સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડના મંત્રીઓનું કહેવું છે કે તેઓ અબજો પાઉન્ડના આ ઉદ્યોગ પરના નિયમો વધુ કડક બનાવી રહ્યા છે. પરંતુ શું આ પગલાં અસરકારક નીવડશે ખરાં? અને નિષ્ણાતોએ ડર્મલ ફિલર અંગે 'ગમે ત્યારે સંકટ ઊભું થઈ શકે' એવી ચેતવણી આપ્યાને એક દાયકા કરતાં વધારે સમય વીતી ગયો હોવા છતાં, દર્દીઓ આજે પણ ટાળી શકાય એવી હાનિનો ભોગ કેમ બની રહ્યા છે?
મહિલાઓના અનુભવો કેવા રહ્યા?
જૂન 2024માં જોઆન (જેઓ પોતાની માત્ર પ્રથમ ઓળખ જ જાહેર કરવા માગે છે) એસેક્સના એક ફ્લેટમાં થોડા સમય માટે ઊભા કરાયેલા ક્લિનિકમાં સર્જરી વિનાની BBL પ્રક્રિયા કરાવવા ગયાં હતાં.
સર્જરી દ્વારા BBL કરાવવા તુર્કી જવા કરતાં આ પ્રક્રિયા ઓછી જોખમી છે એવું તેમને લાગ્યું હતું. આ ઘટના ઍલિસના મૃત્યુ પહેલાંની છે. સાઉથ વેલ્સમાં રહેતાં બે સંતાનોનાં માતા જોઆન કહે છે કે, "મારે તો માત્ર મારા નિતંબનો આકાર પીચ ફળ જેવો ભરાવદાર બનાવવો હતો. મારે ત્યાંથી તરત પાછાં વળીને ભાગી જવું જોઈતું હતું."
સારવાર દરમિયાન તેમના શરીરમાં એક લિટર (1.8 પિન્ટ) ફિલરનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. તેમને સેપ્સિસની ગંભીર બીમારી થતાં હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
તેઓ કહે છે કે બે વર્ષ પછી પણ આ સારવારને કારણે તેમની જાંઘો અને નિતંબ પર પડેલા ડાઘ હજી યથાવત્ છે. એક સમયે કૉસ્મેટિક ઇન્જેક્શનોને વધતી ઉંમરની અસરો ઓછી દેખાય એવી હળવી સારવાર ઇચ્છતા ધનિક, આધેડ ગ્રાહકો સાથે સાંકળવામાં આવતાં હતાં. પરંતુ છેલ્લા દાયકામાં આ ઉદ્યોગમાં નાટકીય પરિવર્તન આવ્યું છે.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડર્મલ ફિલર એટલે કે શરીરના કોઈ ભાગને ભરાવદાર બનાવવા અને ચોક્કસ આકાર આપવા માટે ઇન્જેક્શન દ્વારા અપાતી જેલ, જે સામાન્ય રીતે હાયલ્યુરોનિક ઍસિડમાંથી બને છે.
ડર્મલ ફિલર અને બૉટોક્સ જેવી સારવારનો પ્રચાર હવે ઘણા યુવાન ગ્રાહકોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આવી સારવારને તબીબી પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ સામાન્ય સૌંદર્યલક્ષી સારવાર તરીકે રજૂ કરવામાં આવે છે.
'સેવ ફેસ'નાં ઍશ્ટન કૉલિન્સ માને છે કે આ પરિવર્તન લાવવામાં સોશિયલ મીડિયા અને રિયાલિટી ટેલિવિઝને મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ કહે છે, "કાર્દાશિયન્સ, લવ આઇલૅન્ડ અને સોશિયલ મીડિયાએ યુવાન મહિલાઓમાં વધુ ભરાવદાર હોઠ, ગાલ અને સ્થિર ચહેરો જાળવવાની ફેશન ઊભી કરી છે."
બીજી તરફ, ઇન્જેક્શન દ્વારા થતી સારવાર હવે વધુ ને વધુ સ્થળોએ સરળતાથી ઉપલબ્ધ બની છે અને ઘણી વાર બ્યુટી સલૂનમાં પણ આપવામાં આવે છે. કૉલિન્સના જણાવ્યા પ્રમાણે, તેના કારણે આવી સારવાર સામાન્ય સૌંદર્ય સેવાઓ જેવી જ હોવાની છાપ ઊભી થઈ શકે છે.
તેઓ કહે છે, "લોકો પોતાના નખ કે ભ્રમરોને સુંદર બનાવવાની સેવા લેવા જાય અને આ પ્રકારની સારવારને એ જ સેવાઓના એક વધારાના ભાગ તરીકે જોતા હોય એવું બની શકે. જો તમારી ઉંમર 35 વર્ષથી ઓછી હોય, તો તમે આ સારવારને તબીબી પ્રક્રિયા નહીં, પણ સૌંદર્યની સારવાર તરીકે જોતા હોવાની શક્યતા ઘણી વધારે છે."

કૉલિન્સના મતે, પરિણામે ગ્રાહકો સારવાર આપનારની સલામતી અંગેની લાયકાત કરતાં સગવડ, લોકપ્રિયતા અને કિંમતને વધારે મહત્ત્વ આપે છે. તેઓ કહે છે, "લોકોને ખબર જ નથી હોતી કે બૉટોક્સ માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી આપી શકાય એવી દવા છે. તેમને ખબર નથી હોતી કે આવી સારવાર પહેલાં આરોગ્યસેવાના નિષ્ણાત દ્વારા તેમની યોગ્ય તપાસ થવી જોઈએ."
આ તમામ બાબતોએ આ ક્ષેત્રના અસાધારણ વિકાસને વેગ આપ્યો છે. પરંતુ કૉલિન્સના જણાવ્યા પ્રમાણે, તેને કારણે અસલામત રીતે સારવાર આપતા લોકો માટે પણ પોતાનો ધંધો વિકસાવવાની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. તેઓ કહે છે, "સોશિયલ મીડિયા પર આ સારવારો જે રીતે રજૂ કરવામાં આવે છે, તેના કારણે લોકોના મનમાં એના જોખમ અંગેની ગંભીરતા ઘણી હદે ઓછી થઈ જાય છે."
સર્જરીના ક્રૅઝમાં વધારો કેમ થઈ રહ્યો છે?
સારવાર આપનારાઓની કોઈ કેન્દ્રીય નોંધણી નથી અને આ ક્ષેત્રની વૃદ્ધિ પર નજર રાખતો કોઈ સત્તાવાર ડેટાબેઝ પણ ઉપલબ્ધ નથી.
તેથી આ બજારનું વાસ્તવિક કદ હજી સ્પષ્ટ નથી. NHSના પ્લાસ્ટિક સર્જન અને યુનિવર્સિટી કૉલેજ લંડનના સંશોધક ડૉ. ઍલેક્ઝાન્ડર ઝરગરાને આ બજારના સૌથી મોટા હિસ્સાઓ પૈકીના એક એવા બૉટોક્સ ક્ષેત્રનું કદ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તેમના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે 2025માં સમગ્ર UKમાં લગભગ 20 હજાર લોકો આ કામ કરી રહ્યા હતા. જ્યારે 2023માં આવા માત્ર સાડા ત્રણ હજારથી થોડા વધારે લોકોની ઓળખ થઈ હતી.
ઝરગરાન કહે છે, "આપણે જાણીએ છીએ કે આ ઉદ્યોગ વિકસી રહ્યો છે." આનું એક કારણ ઑનલાઇન અને સોશિયલ મીડિયા પર જાહેરાત કરનારા સારવાર આપનારાઓની પહેલાં કરતાં વધુ વ્યાપક રીતે શોધ અને નોંધણી કરવામાં આવી હોવાનું પણ છે. તેમ છતાં, માત્ર બે વર્ષમાં જોવા મળેલી આ વૃદ્ધિનું પ્રમાણ નોંધપાત્ર છે.

ઇમેજ સ્રોત, Reuters
સંશોધકોએ શોધી કાઢ્યું કે બૉટોક્સ સારવાર સૌથી વધુ વંચિત વિસ્તારોમાં વધુ વ્યાપકપણે ઉપલબ્ધ છે. ઝરગરાનના સંશોધન પ્રમાણે, તબીબી લાયકાત ન ધરાવતા લોકો પણ આ ક્ષેત્રની વૃદ્ધિ પાછળનું એક કારણ છે.
તેમના અભ્યાસ મુજબ, તબીબી લાયકાત ન ધરાવતા સૌંદર્ય સારવાર નિષ્ણાતોનું પ્રમાણ 2023થી 2025 દરમિયાન 12 ટકાથી વધીને 24.8 ટકા એટલે કે બમણું થયું હતું. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે સૌથી વધુ વંચિત સમુદાયોમાં બૉટોક્સની સારવાર વધુ વ્યાપકપણે ઉપલબ્ધ હતી.
સૌથી ઓછા વંચિત વિસ્તારોની સરખામણીએ સૌથી વધુ વંચિત વિસ્તારોમાં સારવાર આપનારાઓનું પ્રમાણ છ ગણાથી પણ વધારે હતું. પરંતુ તેની સાથે જ, સૌથી વધુ વંચિત વિસ્તારોના લોકોને તબીબી લાયકાત ધરાવતા સારવાર નિષ્ણાતોની સેવાઓ ઓછી ઉપલબ્ધ હતી.
આ બાબત આપણને વ્યાપક સવાલ તરફ દોરી જાય છેઃ જો આજે સમગ્ર UKમાં કૉસ્મેટિક ઇન્જેક્શન આપતા હજારો લોકો કાર્યરત હોય તો શું તેમના નિયમનની જવાબદારી કોઈની હોવી જોઈએ?
આ મામલે જવાબદાર કોણ?
UKમાં વર્તમાન કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ કાયદેસર રીતે તાલીમ લઈ શકે છે, ડર્મલ ફિલરનાં ઉત્પાદનો ખરીદી શકે છે અને જાહેર જનતાને સારવાર આપી શકે છે.
ડૉક્ટરો, નર્સો અને દંતચિકિત્સકોનું નિયમન એવી વ્યાવસાયિક સંસ્થાઓ કરે છે, જેમની પાસે ફરિયાદોની તપાસ કરવાની અને દોષિતો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સત્તા હોય છે. પરંતુ તબીબી લાયકાત ન ધરાવતા સૌંદર્ય સારવાર નિષ્ણાતો પર દેખરેખ રાખવા માટેની આવી કોઈ સમકક્ષ વૈધાનિક નિયમનકારી સંસ્થા નથી.
તેનાથી વિપરીત, ઑસ્ટ્રિયામાં બૉટ્યુલિનમ ટૉક્સિન અને ડર્મલ ફિલરની સારવારને તબીબી પ્રક્રિયા ગણવામાં આવે છે અને સામાન્ય રીતે માત્ર ડૉક્ટરોને જ આવી સારવાર કરવાની મંજૂરી હોય છે. ફ્રાન્સમાં તબીબી લાયકાત ન ધરાવતા લોકોને ઇન્જેક્ટેબલ કૉસ્મેટિક સારવાર આપવા પર પ્રતિબંધ છે.
જોઇન્ટ કાઉન્સિલ ફૉર કૉસ્મેટિક પ્રેક્ટિશનર્સ (JCCP)ના ચીફ ઍક્ઝિક્યુટિવ એન્ડ્રૂ રેન્કિન કહે છે કે UKમાં પ્રમાણમાં હળવા નિયમનનો અભિગમ ત્યાંની વ્યાપક નિયમનકારી સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. જ્યાં ઐતિહાસિક રીતે ગ્રાહકની પસંદગી અને આર્થિક વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમણે કહ્યું, "આપણી પાસે આર્થિક પ્રવૃત્તિ માટે એક સમાવિષ્ટ ફિલસૂફી છે, જ્યાં સરકાર નવીન અને અસરકારક અર્થતંત્ર જાળવી રાખીને જાહેર સલામતી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે."
2023માં સરકારે ઇંગ્લૅન્ડમાં લાઇસન્સ આધારિત વ્યવસ્થા લાગુ કરવા અંગે લોકો અને સંબંધિત પક્ષો પાસેથી અભિપ્રાયો મગાવ્યા ત્યારે કેટલાક લોકોએ ચેતવણી આપી હતી કે કોઈ પણ નવું નિયમન પ્રમાણસર હોવું જોઈએ. સલામતીમાં સુધારો કરવા માટે વ્યાપક સમર્થન હતું, પરંતુ આ ક્ષેત્રનો મોટો હિસ્સો ધરાવતા નાના વ્યવસાયો પર તેની સંભવિત અસર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
વધુ પડતા કડક નિયમોથી ગ્રાહકોની પસંદગી મર્યાદિત થઈ શકે અથવા ઉદ્યોગનો કેટલોક હિસ્સો છૂપી રીતે કામ કરવા લાગે એવું જોખમ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું. પરંતુ ઝરગરાન કહે છે કે સમગ્ર UKમાં હાલની સ્થિતિને કારણે ગ્રાહકો માટે સારવાર આપનારની લાયકાત ચકાસવી, તેણે કઈ તાલીમ મેળવી છે એ સમજવું અને સારવારમાં કંઈક ખોટું થાય તો મદદ માટે ક્યાં જવું એ જાણવું મુશ્કેલ બની શકે છે.
તેઓ ઉમેરે છે, "જો તમે તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા હો, તો તમે ચોક્કસ પ્રકારની તાલીમ મેળવી હશે. તેમાં દર્દીની સંમતિ મેળવવી, તબીબી પ્રક્રિયા હાથ ધરવી, દેખરેખ રાખવી અને ઊભી થતી જટિલતાઓને ઓળખવી જેવા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે."
એક દાયકાથી પણ વધુ સમય પહેલાં PIP બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કૌભાંડ સામે આવ્યા બાદ સરકારે કૉસ્મેટિક સારવાર ઉદ્યોગની સ્વતંત્ર સમીક્ષા કરાવી હતી. આ કૌભાંડમાં હજારો મહિલાઓના શરીરમાં એવા સિલિકોનમાંથી બનાવેલા ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવ્યા હતા, જેને તબીબી ઉપયોગ માટે મંજૂરી મળી નહોતી. તત્કાલીન NHS મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સર બ્રૂસ કીઓઘના નેતૃત્વમાં થયેલી આ સમીક્ષામાં ડર્મલ ફિલર, બૉટોક્સ અને સર્જરી વિનાની અન્ય પ્રક્રિયાઓ સહિત સમગ્ર કૉસ્મેટિક સારવાર ક્ષેત્રની તપાસ કરવામાં આવી હતી.
સમીક્ષામાં ચેતવણી આપવામાં આવી હતી કે સર્જરી વિનાની કૉસ્મેટિક પ્રક્રિયા કરાવતા લોકોને "બૉલપેન કે ટૂથબ્રશ ખરીદનાર વ્યક્તિ કરતાં વિશેષ કોઈ સુરક્ષા કે ફરિયાદ નિવારણની સુવિધાઓ મળતી નથી." સમીક્ષાનું તારણ હતુંઃ "અમારા મતે ડર્મલ ફિલર એક એવું સંકટ છે, જે ગમે ત્યારે સર્જાઈ શકે." સમીક્ષામાં કૉસ્મેટિક પ્રક્રિયા કરતા લોકો માટે ફરજિયાત લાઇસન્સ, તાલીમનાં કડક ધોરણો અને આવી પ્રક્રિયાઓ કરવાની મંજૂરી કોને આપવી તેના પર કડક નિયંત્રણો લાદવાની ભલામણ કરવામાં આવી હતી.
કીઓઘ સમીક્ષા બાદ સરકારે સ્વૈચ્છિક સ્વનિયમનની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. સારવારનાં ધોરણો નક્કી કરવા અને કૉસ્મેટિક સારવાર આપતા લોકોને માન્યતા પ્રાપ્ત નોંધણી યાદીમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી JCCP જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ રેન્કિન કહે છે કે આ અભિગમ સફળ રહ્યો નથી અને કૉસ્મેટિક સારવાર આપતા ઘણા લોકો હજી પણ સ્વૈચ્છિક વ્યવસ્થાઓથી સંપૂર્ણપણે બહાર છે. તેઓ કહે છે, "જે બાબતનો પૂરતો અંદાજ નહોતો લગાવાયો તે એ હતી કે સ્વનિયમનની વ્યવસ્થામાં ઘણા લોકો આ ધોરણોનું પાલન કરવામાં રસ જ નહીં દાખવે."
સમસ્યા શું છે?
ઑક્ટોબર 2023માં એસેક્સના એક ક્લિનિકમાં લિક્વિડ BBL કરાવ્યાના ચાર દિવસ બાદ બોલ્ટનની 28 વર્ષીય લુઇઝ મોલરને સેપ્સિસ નામની ગંભીર બીમારી થતાં હૉસ્પિટલ લઈ જવામાં આવી હતી.
હૉસ્પિટલના કટોકટી સારવાર વિભાગમાંથી તેણે પોતાની માતા જેનેટ ટેલરને ફોન કરીને કહ્યું હતું, "મમ્મી, મને લાગે છે કે હું મરી જઈશ." ચેપને તેના સમગ્ર શરીરમાં ફેલાતો અટકાવવા માટે સર્જનોએ તેના ડાબા નિતંબમાંથી મૃત થઈ ગયેલી માંસપેશીઓનો મોટો ભાગ કાઢી નાખ્યો હતો.

ઇમેજ સ્રોત, Janet Taylor
જેનેટે આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. તેણે આ પ્રક્રિયા કરનાર રિકી સોયર વિશે પણ ફરિયાદ કરી હતી.
સોયર કૉસ્મેટિક ઇન્જેક્શન આપવાના મામલે બદનામ અને જાણીતો હતો. જોઆનને લોહીમાં ગંભીર ચેપ લાગ્યો હતો એ સર્જરી વિનાની BBL પ્રક્રિયા પણ તેણે જ કરી હતી. પરંતુ લુઇઝ ગ્રેટર માન્ચેસ્ટરમાં રહેતી હતી, જ્યારે સારવાર એસેક્સમાં થઈ હતી. તેથી જેનેટના જણાવ્યા પ્રમાણે, તેને કહેવામાં આવ્યું કે આ કેસ એક પોલીસ દળ પાસેથી બીજા પોલીસ દળને સોંપવો પડશે.
2025માં બીબીસી ન્યૂઝે આ અંગે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ અને એસેક્સ પોલીસનો સંપર્ક કર્યો ત્યારે બંનેએ કહ્યું હતું કે તપાસની જવાબદારી અન્ય પોલીસ દળની છે. આ લેખ માટે અમે ફરી ગ્રેટર માન્ચેસ્ટર પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. એસેક્સ પોલીસે કહ્યું, "આ કેસને કારણે લોકોમાં ઊભી થયેલી નિરાશા અમે સમજીએ છીએ." જોકે તેમણે ફરી ભારપૂર્વક કહ્યું કે તપાસની જવાબદારી ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની છે. કૉલિન્સના મતે, લુઇઝનો અનુભવ કાયદાના અમલીકરણની વ્યાપક નિષ્ફળતા દર્શાવે છે.
તેઓ કહે છે, "લોકો એવું માની લે છે કે આ લોકોને નિયંત્રિત કરનાર અને કંઈક ખોટું થાય ત્યારે તેમને જવાબદાર ઠેરવનાર કોઈક તો હશે જ. પરંતુ ઘણી વાર એવું હોતું નથી." જેનેટ પોતાની દીકરીને ન્યાય અપાવવા પ્રયાસ કરી રહી હતી, ત્યારે મેં ગ્રાહક બનીને મારી ઓળખ છુપાવી અને લંડનની બહારના વિસ્તારમાં આવેલી એક ઑફિસની ઇમારતમાં કામચલાઉ ધોરણે ચાલતા ક્લિનિકની મુલાકાત લીધી. રિકી સોયર ત્યાં હજી પણ સારવાર આપી રહ્યો હતો. મુલાકાત દરમિયાન સોયરે મારા શરીરમાં એક લિટર સુધી ફિલર ભરવાની રજૂઆત કરી.
ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અપાયું ન હોવા છતાં તેણે માત્ર પ્રિસ્ક્રિપ્શનથી મળતી દવાઓ આપી અને પ્રિસ્ક્રિપ્શન લખી આપવાની સત્તા ધરાવતી કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં સ્થાનિક એનેસ્થેશિયા આપવાનું સૂચન કર્યું. આ દૃશ્યોની સમીક્ષા કરનાર પ્લાસ્ટિક સર્જન દલવી હુમઝાએ આવી પ્રવૃત્તિઓને 'આઘાતજનક' અને 'અત્યંત જોખમી' ગણાવી હતી. ફેબ્રુઆરી 2025માં સોયર અંગેનો અમારો અહેવાલ પ્રસારિત થયા બાદ ટ્રેફોર્ડ કાઉન્સિલ દ્વારા લાવવામાં આવેલા કાનૂની મનાઈ હુકમને પગલે તેમને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
તાજેતરમાં આ પ્રતિબંધનો ભંગ કરવાના આરોપસર તે અદાલતમાં હાજર થયો હતો, પરંતુ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. જુબાની આપતી વખતે તેણે સ્વીકાર્યું હતું કે તેને આ પ્રક્રિયાઓ જોખમી હોવાની જાણ હતી. હવે સોયર ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ક્યાંય પણ આવી સારવાર આપી શકતો નથી, પરંતુ આ પ્રતિબંધ લાગવામાં વર્ષો વીતી ગયાં.

વારંવાર મોડું કેમ થયું?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન