You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: એવી બેઠક જ્યાં માત્ર એક મતદાર માટે જંગલમાં મતદાનમથક બનાવાયું
ગીર જંગલમાં એક માત્ર મતદાર માટે તંત્રએ આખું મતદાનમથક બનાવ્યું હતું.
ગીર ગઢડાના જામવાળા ગીરથી 25 કિલોમીટર ગાઢ જંગલ વચ્ચે એક મત માટે બાણેજમાં આ આખું બૂથ તૈયાર કરાયું છે.
હરિદાસ બાપુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સંપૂર્ણ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
હરિદાસ બાપુએ જ્યારે પોતાનો મત આપ્યો ત્યારે આ બૂથ પર સો ટકા મતદાન થઈ ગયું હતું.
મહત્ત્વનું છે કે વર્ષ 2002 થી અહીં એક મત માટે બૂથ લગાવવામાં આવે છે
પહેલાં દિવંગત ભરતદાસ બાપુ અહીંના એકમાત્ર મતદાતા હતા, જોકે, તેમના અવસાન બાદ શિષ્ય હરિદાસ બાપુ અહીં વસવાટ કરી રહ્યા છે અને હવે તે ગીરના એકમાત્ર મતદાતા તરીકે ઓળખાય છે
લોકશાહીમાં એક મત પણ કેટલો કિંમતી હોય છે એ સમજાવવા માટે આ વ્યવસ્થા ઉત્તમ ઉદાહરણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન