'ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી', ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ વેચીને પગભર થયાં
'ભાડાના રૂમમાંથી 3BHK સુધી પહોંચી', ગુજરાતનાં એ મહિલાઓ જે મેળામાં વિવિધ વસ્તુ વેચીને પગભર થયાં
પ્રકાશિત
રાજકોટમાં દર વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળાનું આયોજન થયું છે. આ મેળો રાજકોટ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતા હેઠળની 'લોકમેળા ટ્રસ્ટ' દ્વારા યોજવામાં આવે છે.
આ મેળામાં વિવિધ સંસ્થાઓના સહયોગથી કેટલાક ધંધાર્થીઓએ હેન્ડિક્રાફ્ટ અને કટલેરીના સેંકડો સ્ટોલ્સ પણ લગાવ્યા છે.
આ સ્ટોલ્સમાં ગુજરાતભરમાંથી અનેક મહિલાઓ પોતાની પ્રોડક્ટના વેચાણ માટે આવ્યાં છે. કોઈ વાંસમાથી છાબડી સહિતની 100 જેટલી વસ્તુઓ બનાવે છે તો કોઈ મહિલા ડ્રેસ-બ્લાઉઝ કે અન્ય ગારમેન્ટ્સ જાતે બનાવીને તેનું વેચાણ કરે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતના અલગ-અલગ લોકમેળા કે પછી અન્ય શહેરોમાં લાગતાં એક્ઝિબિશનોમાં જઈને આવી બધી ચીજવસ્તુઓનું વેચાણ કરતાં મહિલાઓની શું કહાણી છે તે જુઓ આ વીડિયોમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



