ગુજરાતમાં 5 દિવસ ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
ગુજરાતમાં 5 દિવસ ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે?
પ્રકાશિત
ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર છે.
આવતા અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે. ચાલુ વર્ષે ગુજરાતના સરેરાશ વરસાદમાં ઘટ જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, તેવી માગ ખેડૂતો અને જનપ્રતિનિધિ કરી રહ્યા છે. એવામાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદનો આગામી રાઉન્ડ રાહતના સમાચાર લઈને આવશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



