અમદાવાદમાં અહીં નવરાત્રિ દરમિયાન આ પુરુષો સાડી કેમ પહેરે છે?

વીડિયો કૅપ્શન, Ahmedabad માં નવરાત્રી દરમિયાન આ પુરુષો સાડી કેમ પહેરે છે?
અમદાવાદમાં અહીં નવરાત્રિ દરમિયાન આ પુરુષો સાડી કેમ પહેરે છે?
પ્રકાશિત

અમદાવાદના આ બારોટ સમાજમાં પુરુષો દ્વારા સાડી પહેરવાની અનોખી પરંપરા છેલ્લા 210 વર્ષથી ચાલી રહી છે.

આસો નવરાત્રિની આઠમે આયોજિત આ પરંપરામાં દર વર્ષે ચાલીસથી પચાસ જેટલા પુરુષો સાડી પહેરીને માતાજીના આશીર્વાદ લેવા પહોંચે છે.

પરિવારોમાં પેઢી દર પેઢી દાદા, પિતા અને દીકરાઓ દ્વારા આ વ્રત પાળવામાં આવે છે. મહિલાઓ પણ પોતાના પતિ, ભાઈ કે પિતાને આસ્થાભેર સાડી પહેરાવે છે.

શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને વંશવૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે કોઈ પણ સંકોચ વિના સાડી ધારણ કરે છે અને પૂજા કરે છે.

વધુ જુઓ વીડિયોમાં

સાડી પહેરેલા પુરષો સદુમાતાની પોળમાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન