સોશિયલ મીડિયા ઉપર લોકો સાથે જોડાયેલી પણ વિચારશીલ હાવભાવ સાથે બેઠેલી છોકરી દર્શાવતું જીઆઇએફ.

હંમેશાં ઓનલાઇન પણ ભાગ્યે જ જોડાતા

આધુનિક સમયમાં વ્યાપેલી એકાકીપણાની બીમારી અંગે વિશ્લેષણ

સિંગાપોરમાં પોતાના નાના ઍપાર્ટમેન્ટમાં રહેતા શશાંકના ફોનમાં ફેમિલી ગ્રૂપ ચેટમાં સતત હૅપી દિવાળીના મૅસેજ આવી રહ્યા છે.

થોડી જ વાર પછી, તેમનાં માતાએ તેમને વીડિયો કૉલ કર્યો. સ્ક્રીન સ્વાઇપ કરતાં શશાંક વર્ચ્યુઅલી મુંબઈમાં આવેલા તેમના ઘરે પહોંચી જાય છે.

"સામાન્યપણે જે ભૌતિક જોડાણ પ્રવર્તતું હોય છે... તેનો અભાવ વર્તાઈ રહ્યો છે."

શશાંક માટે આ લાગણી કોઈ નવી નથી. સાત વર્ષથી તે સિંગાપોરમાં અભ્યાસ અને કામ અર્થે એકલા જ રહે છે.

ઘણા તહેવારો દરમિયાન તે ઘરે રહેવાનું ચૂકી ગયા છે. મુંબઈમાં દિવાળી, હોળી કે ગણેશ ચતુર્થી જેવા તહેવારો એટલે સગાં-સંબંધીઓ ઘરે આવે, સ્વાદિષ્ટ વાનગીઓ બની હોય અને મિત્રો તથા પાડોશીઓ સાથે મળીને આનંદ-પ્રમોદ કરવો.

જ્યારે સિંગાપોરમાં તેમણે તહેવારોના ફોટા અને ફોન કૉલથી સંતોષ માનવો પડે છે.

તેઓ કહે છેઃ "ઘણી વખત આ બહુ અઘરું લાગે છે, પણ સમય વીતવા સાથે તેની ટેવ પડી જાય છે."

સિંગાપોરમાં શરૂઆતના દિવસોમાં શશાંકે એકલતાનો સામનો કરવાના ઉપાયો શોધ્યા. તેમણે ગ્રૂપ લંચનું આયોજન કર્યું અને સહકર્મીઓના ભોજનનો ખર્ચ પોતે ચૂકવ્યો - એ આશા સાથે કે આ પરિચય કદાચ નિકટના સંબંધોમાં પલટાશે.

પણ થોડા જ સમયમાં તેમને સમજાઈ ગયું કે, એક મેગા સિટીમાં પુખ્ત વ્યક્તિ તરીકે મિત્રો બનાવવા એટલું સરળ નથી. તેમણે કહ્યું હતું, "તેમને પરિવાર જેવા ગણવા એ નાદાનીભર્યું હતું. લોકોનું તેમનું અંગત જીવન હોય છે."

તેઓ વિચારે છેઃ "બેશક, તમારી મદદ કરવા માટે ટૅક્નૉલૉજી હાજર છે. તમે તમારાં માતાપિતાને વીડિયો કૉલ કરી શકો છો, પણ તેમાં ભૌતિક નિકટતા નથી."

શશાંંક જે લાગણી અનુભવે છે, તે માટે સંશોધકો - "સોશિયલ સ્નૅક્સ" શબ્દ પ્રયોજે છે.

તે ટૂંકી ડિજિટલ આપ-લે છે, જે વિશ્વાસ, નિકટતા કે પોતીકાપણાની ઊંડી ભાવના સંતોષ્યા વિના મનને ઉત્તેજે છે. તે જોડાણ જેવું લાગે છે, પણ તેમાં જોડાણની ભાવના ભાગ્યે જ વર્તાય છે.

તેની નકારાત્મક અસરો સમગ્ર વિશ્વમાં જોઈ શકાય છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબલ્યૂએચઓ)એ એકલતાને વૈશ્વિક જાહેર આરોગ્ય સામેની મોટી ચિંતા તરીકે વર્ગીકૃત કરી છે. એમ ડબલ્યૂએચઓ પ્રમાણે કિશોરો તથા યુવાનો ઇતિહાસની ડિજિટલ રીતે સૌથી વધુ પ્રમાણમાં જોડાયેલી પેઢી છે અને તેઓ જ સૌથી વધારે પ્રભાવિત છે.

વિશ્વમાં દર છમાંથી એક વ્યક્તિએ 2014-2023ની વચ્ચે એકલતાનો અનુભવ કર્યો હતો.

ડબલ્યૂએચઓ કમિશન ઓન સોશિયલ કનેક્શન, 2025

2014 અને 2019ની વચ્ચેના ગાળામાં એકલતા અને સામાજિક અલગતાને દર વર્ષે નીપજતાં અંદાજિત 8,71,000 મોત સાથે જોડવામાં આવ્યા હતા.

2014 અને 2019ની વચ્ચેના ગાળામાં એકલતા અને સામાજિક અલગતાને દર વર્ષે નીપજતાં અંદાજિત {{beginHighlight-h2}}8,71,000{{endHighlight}} મોત સાથે જોડવામાં આવ્યા હતા.

13થી 17 વર્ષની વયની દર પાંચમાંથી એક કિશોર વયની વ્યક્તિ એકાકીપણું અનુભવતી હોવાનું નોંધવામાં આવ્યું હતું.

13થી 17 વર્ષની વયની દર {{beginHighlight-h2}}પાંચમાંથી એક કિશોર{{endHighlight}} વયની વ્યક્તિ એકાકીપણું અનુભવતી હોવાનું નોંધવામાં આવ્યું હતું.
{{beginHighlight-purple}}18-29{{endHighlight}} વર્ષની વયના યુવાનો ઇતિહાસની ડિજિટલી સૌથી વધુ જોડાયેલી પેઢી હોવા છતાં ઘણા પ્રદેશોમાં તેમનાથી ઉપરના વય જૂથના લોકો કરતાં તેમનામાં એકલતાનું ઊંચું સ્તર નોંધાયું હતું.

18-29 વર્ષની વયના યુવાનો ઇતિહાસની ડિજિટલી સૌથી વધુ જોડાયેલી પેઢી હોવા છતાં ઘણા પ્રદેશોમાં તેમનાથી ઉપરના વય જૂથના લોકો કરતાં તેમનામાં એકલતાનું ઊંચું સ્તર નોંધાયું હતું.

"મોટા ભાગના લોકો પર ભરોસો રાખી શકાય છે" - એ વાત સાથે સંમત થનારા ભારતીયોનું પ્રમાણ 1993થી 2014માં ઘણું ઘટી ગયું હતું. {{beginHighlight-source}}(વર્લ્ડ વેલ્યૂઝ સર્વે, ડબલ્યૂએચઓ){{endHighlight}}
35.5%1993
"મોટા ભાગના લોકો પર ભરોસો રાખી શકાય છે" - એ વાત સાથે સંમત થનારા ભારતીયોનું પ્રમાણ 1993થી 2014માં ઘણું ઘટી ગયું હતું. {{beginHighlight-source}}(વર્લ્ડ વેલ્યૂઝ સર્વે, ડબલ્યૂએચઓ){{endHighlight}}
16.7%2014

"મોટા ભાગના લોકો પર ભરોસો રાખી શકાય છે" - એ વાત સાથે સંમત થનારા ભારતીયોનું પ્રમાણ 1993થી 2014માં ઘણું ઘટી ગયું હતું.
(વર્લ્ડ વેલ્યૂઝ સર્વે, ડબલ્યૂએચઓ)

"એકલતા હવે માત્ર સામાજિક સમસ્યા નથી રહી. આરોગ્ય પરની નોંધપાત્ર મનોવૈજ્ઞાનિક તથા શારીરિક અસરો પણ ઊપજે છે. સતત જોડાયેલા રહેવાથી લોકોમાં ભાવનાત્મક રીતે એકલતાની લાગણી આપમેળે જ જતી રહે, એવું નથી." - ડોક્ટર કૃતિ આનંદ, સિનિયર કન્સલ્ટન્ટ સાઇકિયાટ્રી, પારસ હેલ્થ, પંચકુલા.

સ્વતંત્રતાનો વિરોધાભાસ

સ્વતંત્રતાનો વિરોધાભાસ

શશાંક ઘરે જવા માટે તલસે છે, તો યશોદા માટે સ્થિતિ સાવ જુદી છે. તેઓ જે શહેરને પોતાનું ઘર ગણાવે છે, તે હવે સલામત સ્થળ રહ્યું નથી.

2022માં જ્યારે યશોદા તેમની માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે બર્લિન ગયાં, ત્યારે તેમને લાગતું હતું કે, તેમને ઘરની યાદ સતાવશે, અને બર્લિનના પોતાના પડકારો છે, જેમ કે, ભાષાનું વિઘ્ન, અપરિચિત સંસ્કૃતિ અને પરિવાર તેમજ મિત્રોથી દૂર રહેવું.

પરંતુ, અહીં યશોદાને કંઈક એવું મળ્યું, જેનો અનુભવ તેમને દિલ્હીમાં ક્યારેય નહોતો થયો - શહેરમાં પોતાની મરજીથી ફરવાની સ્વતંત્રતા. યશોદા મોડી રાતે ચાલતાં ઘરે જઈ શકતાં હતાં, મનફાવે ત્યારે કાર્યક્રમોમાં હાજરી આપી શકતાં હતાં અને અસુરક્ષા અનુભવ્યા વિના જાહેર સ્થળોએ જઈ શકતાં હતાં.

તેઓ કહે છે, "પહેલી વખત મને સમજાયું કે પુરુષો બસ સામાન્ય માણસો જ હોય છે,"

પરંંતુ, દિલ્હી પરત ફર્યા પછી તેમને એકલતા સાલવા માંડી. દિલ્હીમાં ફરવા માટેની જગ્યાઓ છે, પણ રાતના સમયે કરફ્યૂ જેવી સ્થિતિ સર્જાતી હોવાથી રાત પડતા પહેલાં તેમણે ઘરે પરત ફરી જવું પડે છે. યશોદાના મિત્રો છે, પણ અહીં પરિવહન બર્લિન જેટલું સુવિધાજનક નથી અને માર્ગો પણ એટલા સલામત નથી.

"અહીં મારી પાસે બધું જ છે, પણ હું તે મેળવી નથી શકતી."

પુખ્ત વયની એકલતા

પુખ્ત વયની એકલતા

ઋષભ માટે સલામત જગ્યા શોધવી સમસ્યારૂપ નથી. ભારતનાં ઘણાં મેટ્રો શહેરો કરતાં નીચો અપરાધ દર ધરાવતા મુંબઈ શહેરમાં વસનારા યુવક તરીકે તેમણે દિલ્હીમાં રહેતાં યશોદાની માફક બહાર નીકળતાં વિચાર કરવો પડતો નથી.

તેમ છતાં, તેઓ એકાકીપણું અનુભવે છે. તેમના માતે, એકલતા એપિસોડિક છે - સાપ્તાહિક બાબત છે.

તેઓ કહે છે, "સોમવારથી શુક્રવાર સુધી ઑફિસે જવાનું હોય છે. પણ વીકેન્ડ્ઝમાં શું કરવું એ ખબર પડતી નથી,"

જ્યારે તેઓ કામ અર્થે મુંબઈ ગયા હતા, ત્યારે તેમના મિત્રો બે કરોડની વસ્તી ધરાવતા સમગ્ર શહેરના જુદા-જુદા ભાગોમાં વસતા હોઈ મળવાની યોજનાનો અમલ કરવો ખર્ચાળ હતો અને મેળ બેસાડવો પણ મુશ્કેલ હતો.

તેમણે ક્વિઝ નાઇટ્સ, બુક ક્લબ્ઝ અને કૉમ્યુનિટી ગ્રૂપમાં હાજર રહીને સામાજિક જીવનમાં જોડાવાનો પ્રયત્ન કરી જોયો. આવી પ્રવૃત્તિઓમાં અમુક સપ્તાહો સુધી ભાગ લીધા પછી કેટલાક અજાણ્યા લોકો જાણીતા ચહેરા બન્યા અને આખરે મિત્રો બની ગયા.

તેઓ કહે છેઃ "તે ત્રણ કલાક માટે હું બધું જ ભૂલી જઉં છું."

એકલતાની રચના

એકલતાની રચના

શશાંક, યશોદા તથા ઋષભ માટે એકલતા જુદાં-જુદાં આકાર અને સ્વરૂપો ધરાવે છે, પણ તેમની કહાણીઓ તળે એક પૅટર્ન રહેલી છે.

શહેરી, આધુનિક એકલતા વધુને વધુ પ્રમાણમાં જીવનશૈલીનો ભાગ બની રહી છે. શહેરોની રચના હવે સમુદાયને નહીં, બલકે કામને ધ્યાનમાં રાખીને થઈ રહી છે. પરિવહન પાછળ કલાકો લાગી જાય છે. ડિજિટલ પ્લૅટફૉર્મ્સ સામેલગીરી માટે બન્યાં છે, નિકટ આવવા માટે નહીં. સામાજિક વર્તુળો ચૂપચાપ ઘટી રહ્યાં છે. કામનું સ્વરૂપ જ એવું હોય છે કે સમય બચતો નથી.

સમગ્ર એશિયામાં અંદાજે 18 ટકા લોકો એકલતા અનુભવે છે - જે પ્રમાણ લગભગ બમણું છે, જ્યારે યુરોપમાં દસ ટકા લોકોને એકલતા સાલતી હોવાનું ડબલ્યૂએચઓએ 142 દેશોના સહભાગીઓના કરેલા સર્વેક્ષણ પરથી જાણવા મળ્યું હતું.

ભારતમાં આ અંતર વધુ તીવ્રતાથી અનુભવાય છે - જે માટે સંયુક્ત પરિવાર વ્યવસ્થા વિખેરાઈ જવી, શહેરો તરફનું સામૂહિક સ્થળાંતર અને શહેરી જીવનનો સંઘર્ષ જવાબદાર છે, જેમાં નિકટતાનું સ્થાન કનેક્ટિવિટી લઈ લે છે.

સતત ઓનલાઇન રહેતી પેઢી માટે સવાલ એ નથી કે, તેઓ કનેક્ટેડ છે કે નહીં. સવાલ એ છે કે, શું કોઈ ખરેખર ધ્યાનથી સાંભળી રહ્યું છે કે નહીં.

નિષ્ણાતો કહે છે કે, આનો ઉપાય શરમ વગર એ સ્વીકારવામાં છે કે, કશુંક ખૂટી રહ્યું છે.

"ડિજિટલ જોડાણ જોડાણો (કનેક્શનો)નું પ્રમાણ ઘણું જ વધારી દેતું હોય છે, પણ તેમાં એ ગુણવત્તાનો અભાવ હોય છે, જે વ્યક્તિગત સંબંધોમાં જોવા મળે છે. ઘણા લોકો જુએ છે કે, તેઓ સેંકડો ફોલોઅર્સ કે મિત્રો ધરાવતા હોય છે, પણ તેમને લાગે છે કે, તે જોડાણ એટલું ગાઢ નથી." - ડૉક્ટર સંદીપ વોરા, સાઇકિયાટ્રિસ્ટ તથા ભારતના પ્રથમ એઆઇ-સંચાલિત મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ ટૂલ - ઇમોશનલ વેલનેસ ઇન્ડેક્સના ડેવલપર.