દિલ્હી જંતર-મંતર: સરકાર 'અમારી બે માંગો પર સહમત છે' - સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને અને શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા લોકોને દિલ્હીના જંતર-મંતર પર કોઈ પણ પ્રદર્શનો કે દેખાવોની પ્રવૃત્તિઓથી બચીને રહેવાની સલાહ આપી છે. આ પહેલાં દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હેતું કે તેઓ જંતર-મંતર પર યોજીત પ્રદર્શનમાં સામેલ થવાથી દૂર રહે. દિલ્હી યુનિવર્સિટીના આ નિર્દેશ બાદ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ‘ધમકી’ ન આપી શકાય.

સારાંશ

  • પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.
  • 26 દિવસ બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા.
  • સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.
  • કૉક્રોચ જનતાપાર્ટીએ જણાવ્યું કે સરકાર સાથે વાતચીત માટે ન્યૂટ્રલ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે. આ માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયાની જગ્યા પસંદ કરવામાં આવી છે.
  • પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી.
  • રાહુલ ગાંધીએ 'ગાંધી સ્મૃતિ' પહોંચીને કહ્યું, 'સરકાર લોકતંત્રની હત્યા કરી રહી છે'.
  • ગુરુવારે પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે જલદી ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવામાં આવશે.
  • દિલ્હીનાં મેટ્રો સ્ટેશન આજે પણ રહેશે બંધ, કેટલાંક સ્ટેશનો પર ઇન્ટરચેન્જની સુવિધા.

લાઇવ કવરેજ

બીબીસી ગુજરાતી

  1. 'સમય બરબાદ ન કરો'વાળા નિવેદન પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે શું કહ્યું

    જસ્ટિસ સૂર્યકાંત

    ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

    ઇમેજ કૅપ્શન, ચીફ જસ્ટિસ સૂર્યકાંત

    ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે તે મીડિયા રિપોર્ટને ફગાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે વિદ્યાર્થીઓનાં વિરોધ પ્રદર્શન પર પોલીસ કાર્યવાહીની વિરુદ્ધ અરજીને લિસ્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.

    લાઇવ લૉ અનુસાર, સીજેઆઈએ કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં એવી કોઈ અરજી નથી કરવામાં આવી. તેમના અનુસાર એક વકીલે માત્ર એક લેખિત રિપ્રેઝન્ટેશન મારફતે તેનો ઉલ્લેખ કર્યો હતો.

    બુધવારે ભારતના કેટલાક સમાચાર માધ્યમો અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા કે 'સુપ્રીમ કોર્ટે તે અરજી પર તત્કાલ સુનાવણીથી ઇનકાર કર્યો છે જેમાં કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રદર્શનકારીઓ પર દિલ્હી પોલીસની કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો.'

    બાર ઍન્ડ બૅન્ચના અહેવાલ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે એક વકીલની અરજી પર કહ્યું કે, "પોતાનો સમય બરબાદ ન કરો અને અમારો સમય બરબાદ ન કરો."

    હવે સીજેપીએ સ્પષ્ટીકરણ આપતા કહ્યું કે આ મામલામાં મીડિયાનું રિપોર્ટિંગ બેજવાબદાર હતું.

  2. સરકાર 'અમારી બે માંગો પર સહમત છે' - સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ કહ્યું

    કેન્દ્રીય મંત્રી સાથે સીજેપીના પ્રવક્તા

    ઇમેજ સ્રોત, PTI

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી સાથે સીજેપીના પ્રવક્તા

    સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ જણાવ્યું કે સરકાર સાથે થયેલી વાતચીતમાં બે માંગો પર સહમતી બની છે.

    આશુતોષ રાંકાએ જણાવ્યું કે મીટિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને ડૉ જિતેન્દ્રસિંહને જનતા વચ્ચે વધતા ગુસ્સા અને નારાજગી વિશે જણાવ્યું.

    તેમણે ઍક્સ પર લખ્યું કે, "સરકારે નીટ પેપર લીકથી પ્રભાવિત પરિવારોને વળતર આપવા અને પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં કરવાની માંગ પર સૈદ્ધાંતિક સહમતી વ્યક્ત કરી છે."

    તેમણે આગળ કહ્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર જવાબ આપવા માટે સરકારે કાલ સુધીનો સમય માગ્યો છે.

    શુક્રવારે દિલ્હીના વિઠ્ઠલભાઈ પટેલ હાઉસમાં સીજેપીના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકારના મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ વચ્ચે વાત થઈ હતી.

    આશુતોષ રાંકાએ જણાવ્યું કે મીટિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા અને ડૉ જિતેન્દ્રસિંહે જનતા વચ્ચે વધતા ગુસ્સા વિશે જણાવ્યું.

    તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી લોકોનો ગુસ્સો અને અસંતોષ શાંત નહીં થાય.

  3. સીજેપીએ વાતચીત પછી કહ્યું - સરકારે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ પર કાલ સુધીનો સમય માગ્યો, નડ્ડાએ શું કહ્યું?

    સીજેપી, જે પી નડ્ડા

    ઇમેજ સ્રોત, PTI

    કેન્દ્ર સરકારે કૉક્રોચ જનતા પાર્ટીની માગો પર કાલ સુધીનો સમય માગ્યો છે.

    દિલ્હીના કૉન્સ્ટીટ્યુશન ક્લબમાં સીજેપી અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ વચ્ચે વાતચીત પછી સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે આ માહિતી આપી હતી.

    આ વાતચીતમાં સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સામેલ થયા હતા. સીજેપી તરફથી તેમના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રાંકા સામેલ થયા હતા.

    આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી. જેમાં સીજેપીએ પોતાની પ્રમુખ માગો સરકાર સામે રાખી.

    તેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, નીટ પેપર લીકનેક કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાનું વળતર પણ સામેલ છે.

    વાતચીત પછી કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું કે, "અમે લોકો આંદોલનકારીઓના વિષયો પર ચર્ચા કરવા માટે અહીં આવ્યા હતા. લગભગ બે કલાક ચાલેલી ચર્ચામાં સરકાર તરફથી હું અને મારા સાથી જિતન્દ્ર સિંહ પણ સામેલ થયા. તેમની વાતો અમે સાંભળી."

    નડ્ડાએ જણાવ્યું કે, "તેમની મુખ્ય ત્રણ માગો હતી, અમે તેમને કહ્યું કે કાલ બપોર પછી ફરી મળીશું અને ચર્ચા કરીશું."

    શિક્ષણ મંત્રીનું રાજીનામું સીજેપીના એક મહિનાથી ચાલતા વિરોધ પ્રદર્શનનો મુખ્ય મદ્દો રહ્યું છે.

    20 જુલાઈના જ્યારે વિદ્યાર્થી સંસદ સુધી માર્ચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તો આ પ્રદર્શન હિંસક થઈ ગયા.

    સીજેપીએ કહ્યું છે કે જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે તો તેઓ વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બનાવશે.

    સીજેપી પ્રવક્તા સૌરવ દાસે મીટિંગ પછી પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, "અમારી માગોમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, જેની પર સમજૂતી ન થઈ શકે, બીજું એક કરોડનું વળતર અને જે એફઆઈઆર (સીજેપીના પ્રદર્શન દરમિયાન) થઈ છે, તેને પાછી ખેંચવામાં આવે, છે."

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને દિલ્દીના જંતર-મંતર પર યુવાનોનું પ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનને ખતમ કરવાને લઈને સરકાર તરફથી કરવામાં આવેલી અપીલ અને આશ્વાસનની યુવાનો પર કોઈ અસર નથી દેખાઈ રહી.

  4. દિલ્હી યુનિવર્સિટી બાદ જેએનયુએ પણ કહ્યું, ‘વિદ્યાર્થીઓ જો જંતર-મંતર ગયા તો થશે કાર્યવાહી’

    દિલ્હી યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હેતું કે તેઓ જંતર-મંતર પર યોજીત પ્રદર્શનમાં સામેલ થવાથી દૂર રહે. હવે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ પણ તેના વિદ્યાર્થીઓને આ જ પ્રકારના નિર્દેશો જારી કર્યા છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દિલ્હી યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હેતું કે તેઓ જંતર-મંતર પર યોજીત પ્રદર્શનમાં સામેલ થવાથી દૂર રહે. હવે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ પણ તેના વિદ્યાર્થીઓને આ જ પ્રકારના નિર્દેશો જારી કર્યા છે.

    જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને અને શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા લોકોને દિલ્હીના જંતર-મંતર પર કોઈ પણ પ્રદર્શનો કે દેખાવોની પ્રવૃત્તિઓથી બચીને રહેવાની સલાહ આપી છે.

    આ પહેલાં દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓને આ પ્રકારનો નિર્દેશ આપ્યો હતો.

    જેએનયુએ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “જેએનયુના શૈક્ષણિક સમુદાય સાથે જોડાયેલા તમામ લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ જવાબદારીથી વ્યવહાર કરે અને પોતાની વ્યક્તિગત સુરક્ષાને પ્રાથમિકતા આપે. ભારતના માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનાં સાર્વજનિક પ્રદર્શનો સાથે જોડાયેલા નિર્દેશો અનુસાર, તમને અનુરોધ કરવામાં આવે છે કે નવી દિલ્હીના જંતર-મંતર કે તેની આસપાસ થનારી કોઈ પણ સભામાં ભાગ લેવાથી બચો કે તેનાથી દૂર રહો.”

    “સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ જવાબદારી સાથે કરો. નિયમોનું ઉલ્લંઘન કરનારા પર કાયદાકીય કાર્યવાહી સાથે યુનિવર્સિટીની આચારસંહિતા અનુસાર અનુશાસનાત્મક કાર્યવાહી પણ કરી શકાય છે.”

    તેણે લખ્યું કે વિદ્યાર્થીઓ પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ પોતાની શૈક્ષણિક જવાબદારી અને જવાબદાર નાગરિકતાનાં મૂલ્યોનું પાલન કરે.

    આ પહેલાં દિલ્હી યુનિવર્સિટીએ પણ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું હેતું કે તેઓ જંતર-મંતર પર યોજીત પ્રદર્શનમાં સામેલ થવાથી દૂર રહે. દિલ્હી યુનિવર્સિટીના આ નિર્દેશ બાદ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ‘ધમકી’ ન આપી શકાય.

    રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “લોકતાંત્રિક અધિકારોનો ઉપયોગ કરવા પર વિદ્યાર્થીઓને ધમકાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ? યાદ રાખો, સમય આવવા પર તમને જ તેના માટે જવાબદાર ઠેરવાશે.”

  5. ઉપવાસ છોડ્યા બાદ સોનમ વાંગચુકે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે શું કહ્યું?

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ અને જેપી નડ્ડાની હાજરીમાં ઉપવાસ છોડ્યા હતા.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે સોનમ વાંગચુકે સ્પષ્ટતા કરી.

    શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ અને જેપી નડ્ડાની હાજરીમાં ઉપવાસ છોડ્યા હતા.

    ધર્મેન્દ્ર પ્રધાને હજુ રાજીનામું આપ્યું નથી ત્યારે સોનમ વાંગચુકે તે વિશે ઉપવાસ છોડ્યા બાત સ્પષ્ટતા કરી હતી.

    તેમણે કહ્યું, “ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે તેઓ (સરકારના પ્રતિનિધિઓ) મને હજુ કોઈ ખાતરી આપી શકતા નહોતા કે આવું ક્યારે થશે?, સંસદમાં તો આ વિશે ચર્ચા થશે જ. હવે મારી સામે બે રસ્તા હતા — કાં તો હું અઠવાડિયાં સુધી ઉપવાસ પર બેસું અને કદાચ તેમાં જ ખતમ થઈ જાઉં.”

    “જો તેઓ આ નહીં કરે, રાજીનામું નહીં આપે, તો તેનાથી નુકસાન અમને કે બાળકોને નહીં થાય. સરકારને જ થશે. આ નાના મુદ્દાને ટાળ્યા વિના તેઓ ખુદ પોતાનું નુકસાન કરી રહ્યા છે. બલ્કે રાજીનામું આપ્યું હોત તો આ બધું ક્યારનું અટકી ગયું હોત. એટલે મારા માટે સૌથી વધુ જરૂરી આ વાત નહોતી. મારા માટે વધુ જરૂરી એ હતું કે આપણાં બાળકો પર કોઈ આવા ફોજદારી ગુના ન નોંધાય.”

    તેમણે લખ્યું, “તમને ખબર નથી, મેં જોયું છે, લદ્દાખમાં કેવી રીતે વર્ષો સુધી આખી જિંદગી તેમણે ફરિયાદના ચક્કરમાં પોતાનું ભવિષ્ય બગાડવું પડે છે. આવું કંઈ નહીં થાય. આ અમે તેમની પાસેથી હાંસલ કર્યું છે. આ વાતની મને ખુશી છે અને જે મૃત બાળકોના પરિવારો છે, તેમને યોગ્ય વળતર આપવામાં આવશે, એ વાતની પણ મને ખુશી છે.”

    ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીઓના હાથે ઉપવાસ છોડવાના સોનમ વાંગચુકના નિર્ણય સામે ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ સવાલો ઉઠાવ્યા છે.

  6. ‘ઉપવાસ છોડવા જ હતા તો કોઈ અન્યના હાથે છોડ્યા હોત’, કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા પર શું બોલ્યાં મહુઆ મોઇત્રા

    સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા પર ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ પ્રતિક્રિયા આપી.

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા પર પ્રતિક્રિયાઓ આવી રહી છે.

    તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં નેતા મહુઆ મોઇત્રાએ વાંગચુકની એ તસવીરને શૅર કરીને ઍક્સ પર એક પોસ્ટ કરી છે, જેમાં વાંગચુક કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હાથે જ્યૂસ પીને પોતાના ઉપવાસ તોડી રહ્યા છે.

    જેમાં મહુઆ મોઇત્રાએ લખ્યું છે કે “ઉપવાસ છોડવા જ હતા તો કોઈક બીજાના હાથે છોડ્યા હોત, ઑપ્ટિક્સ નામની પણ કોઈ ચીજ હોય છે.”

    તેમણે બીજી પોસ્ટમાં તેમણે લખ્યું, “પ્રિય વાંગચુક, અમે તમારું સન્માન કરીએ છીએ. પરંતુ પ્રદર્શનકારીઓ મારફતે દેશભરમાં વડા પ્રધાન જીને રિપોર્ટ સોંપવાની ભલામણ કામ નહીં કરે. કૃપા કરીને સરકારની જાળમાં ન ફસાઓ અને 26 દિવસમાં હાંસલ કરેલી નૈતિક હિંમતને કમજોર ન કરો. આ આંદોલન તેનાથી ઘણું આગળ વધી ચૂક્યું છે.”

    તેમણે લખ્યું, “તમને ઉપવાસ સમાપ્ત કરતા જોઈને ખુશી થઈ, કૃપા કરીને આરામ કરો અને તમારી તબિયતની કાળજી રાખો. સાથે, એ સુનિશ્ચિત કરો કે સરકાર હવે આ આંદોલનને તોડવાની કોશિશ તમારા અવાજનો ઉપયોગ ન કરે, આભાર.”

    ઉલ્લેખનીય છે કે સોનમ વાંગચુકે ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં ગુરુવારે મધ્યરાત્રી બાદ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી.

    ઍક્સ પર હૉસ્પિટલની તસવીર શૅર કરતા વાંગચુકે લખ્યું, “હાલ થોડી વાર પહેલાં જ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા, ડૉ જિતેન્દ્રસિંહ અને લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં મેં 26 દિવસોથી ચાલી રહેલા મારા ઉપવાસ તોડ્યા.”

  7. ‘વિદ્યાર્થીઓએ મોદી સરકારની પોલ ખોલી નાખી’, સોનિયા ગાંધીએ જંતર-મંતર પર ચાલી રહેલા આંદોલન પર શું કહ્યું?

    સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી છે. તેમનું કહેવું હતું કે દેશના વિદ્યાર્થીઓએ મોદી સરકારના 'દાવા અને દંભ'ને ખુલ્લા પાડી દીધા છે.

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, સોનિયા ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી છે. તેમનું કહેવું હતું કે દેશના વિદ્યાર્થીઓએ મોદી સરકારના 'દાવા અને દંભ'ને ખુલ્લા પાડી દીધા છે.

    કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ શુક્રવારે આરોપ લગાવતા કહ્યું કે સ્ટૂડન્ટ્સે જવાબદેહી અને શિક્ષણ વ્યવસ્થામાં સુધારની માગ કરી છે, પરંતુ મોદી સરકારે તેમના સાહસનો જવાબ ‘કાયરતા અને બર્બરતા’થી આપ્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે તેમણે કહ્યું, “સરકારે વિદ્યાર્થીઓને દેશના ભવિષ્યના નિર્માણ કરનારા નાગરિકોની જગ્યાએ રાષ્ટ્રના દુશ્મન સમજીને તેમની સાથે વ્યવહાર કર્યો છે.”

    તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે ભારતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડી છે. તેમનું કહેવું હતું કે દેશના વિદ્યાર્થીઓએ મોદી સરકારના 'દાવા અને દંભ'ને ખુલ્લા પાડી દીધા છે.

    સોનિયા ગાંધીએ કહ્યું કે "વિદ્યાર્થીઓ સાથે ઊભું રહેવું અને તેમનાં ભવિષ્યની સુરક્ષા કરવી એ અમારી નૈતિક, રાજનીતિક અને સંવૈધાનિક જવાબદારી છે."

    નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.

    જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.

  8. યુવાનોના આંદોલન વચ્ચે પીએમ મોદીએ કરી આ જાહેરાત, સીજેપી અને રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ

    પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓનું અપમાન ન કરો.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓનું અપમાન ન કરો.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું છે કે દેશના યુવાનોનું હિત અને તેમનું ભવિષ્ય તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકના દોષિતોને સજા આપવા માટે સરકારે ફાસ્ટ ટ્રૅક કોર્ટ સ્થાપિત કરવાનો નિર્ણય લઈ ચૂકી છે.

    પીએમ મોદીએ કહ્યું, “આ સંબંધમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગ આવશ્યક કાર્યવાહી સુનિશ્ચિત કરે. વિદ્યાર્થીઓનું હિતને સુરક્ષિત કરવા માટે સરકાર તરફથી લેવાઈ રહેલા નિર્ણયોની કડીમાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. યુવાનોના ભવિષ્ય સાથે ખિલવાડ કરનારી કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે.”

    પીએમ મોદીનું આ નિવેદન પેપર લીક સહિત વિભિન્ન પરીક્ષામાં અનિયમિતતાઓને લઈને વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકર્તાઓનાં ચાલી રહેલાં પ્રદર્શન વચ્ચે આવ્યું છે.

    પીએમ મોદીએ ગુરુવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

    પીએમ મોદીએ કહ્યું, “પેપર લીક એ સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અ તેમનાં માતા-પિતા માટે પીડાદાયક છે. તેથી આ ઘટના બાદ સરકારે ઘણાં પગલાં ઉઠાવ્યાં છે. ગુનેગારોને પકડ્યા છે અને તેઓ આજે જેલમાં છે.”

    પીએમ મોદીએ એમ પણ કહ્યું કે પેપર લીક બાદ વિદ્યાર્થીઓનું વરસ ન બગડે તેનુ પણ સરકારે ધ્યાન રાખ્યું.

    બીજી તરફ નરેન્દ્ર મોદીના આ વીડિયોને રિપોસ્ટ કરીને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ તેમના પર વિદ્યાર્થીઓનું અપમાન ગણાવ્યું.

    રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું, “શ્રી મોદીજી, અમારા વિદ્યાર્થીઓ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી રહ્યા છે. અડધી રાત્રે પોસ્ટ કરેલા આ બેકાર વીડિયો મારફતે તેમની સમજદારીનું અપમાન ન કરો.” તેમણે ત્રણ માગ પણ રાખી.

    1. ધર્મેન્દ્ર પ્રધાનને પદ પરથી ખસેડો.

    2. વિદ્યાર્થીઓને મારનારાને સજા આપો.

    3. માફી માગો.

    કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.

    સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”

  9. કૉક્રોચ જનતા પાર્ટીએ જણાવ્યું કે આ જગ્યાએ થશે સરકાર સાથે વાતચીત

    સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે તેમની પાર્ટીની માગો યથાવત્ છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે તેમની પાર્ટીની માગો યથાવત્ છે.

    કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની તેમની માગો યથાવત્ છે.

    સૌરવ દાસે કહ્યું છે, “કોઈ ન્યૂટ્રલ જગ્યા પર અમારી વાતચીતની માગ સરકારે માની લીધી છે. અમને ખુશી છે. વાતચીત માટે કૉન્સ્ટીટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયા સ્થળને પસંદ કરવામાં આવ્યું છે. અમને ખુશી છે કે સરકાર મોટા મન સાથે અમારી સામે આવી છે અને તે રસ્તા પર ઉતરેલા લોકોની વાત સાંભળવા તૈયાર છે.”

    સૌરવ દાસે કહ્યું, “ તેઓ જંતર-મંતર પણ આવી શકતા હતા. પરંતુ અમે તેમની સામે વિકલ્પ રાખ્યો છે. અમે સમજી શકીએ છીએ કે જંતર-મંતર પર આવવામાં તેમને ખચકાટ અનુભવાતો હશે. અમે સમજદાર અને ભણેલા-ગણેલા લોકો છીએ. તેથી અમે તેમની સામે ન્યૂટ્રલ જગ્યાનો વિકલ્પ રાખ્યો.”

    નીટ- યુજી પરીક્ષાના પેપર લીક થયા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને કેટલીક માગો સાથે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા એક મહિનાથી વધારે સમયથી આંદોલન કરી રહ્યા છે.

    જોકે, આ માગોના સમર્થનમાં ઉપવાસ કરી રહેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુક 26 દિવસો બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કરી ચૂક્યા છે.

  10. અડધી રાત્રે સોનમ વાંગચુકના ઉપવાસ તોડવા મામલે સીજેપી સંસ્થાપક અભિજિત દીપકેએ શું કહ્યું?

    સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી.

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુવારે અડધી રાત્રે 26 દિવસો બાદ પોતાના ઉપવાસ તોડ્યા છે.

    ઉપવાસ તોડ્યા બાદ કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ એક વીડિયો સંદેશ જાહેર કરીને તેના પર ખુશી વ્યક્ત કરી છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને કહ્યું, “અમને રાહત છે અને ખુશી પણ. સોનમ સરે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. સર, તમારા અસાધારણ સાહસ અને ત્યાગ માટે આપનો આભાર. તમે તમારા જીવને જોખમમાં મૂકીને આખા દેશના અંતરાત્માને ઢંઢોળ્યો. તમારું જીવન આ દેશ માટે અનમોલ છે.”

    “કૉક્રોચ જનતા પાર્ટી જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન ત્યાં સુધી ચાલુ રાખશે, જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

  11. સોનમ વાંગચુકે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં તોડ્યો ઉપવાસ, લોકોને કરી આ અપીલ

    કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    ઇમેજ સ્રોત, Wangchuk66

    ઇમેજ કૅપ્શન, કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં સોનમ વાંગચુકે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે 26 દિવસ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે.

    તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને ડૉ. જિતેન્દ્રસિંહની સાથે-સાથે લેહ-લદ્દાખની ઍપેક્સ બૉડીના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે પોતાના ઉપવાસ તોડ્યા હતા.

    સોનમ વાંગચુકે લખ્યું, “આ પહેલાં, અલગ-અલગ રાજનીતિક દળોના 65 સાંસદોએ પત્ર લખીને મને ઉપવાસ તોડવાનો આગ્રહ કર્યો હતો.”

    તેમણે જણાવ્યું કે આ નિર્ણય ઘણી શરતો પર લાંબી વાતચીત અને દેશમાં સંભવિત હિંસાની આશંકાને લઈને લેવામાં આવ્યો છે.

    વાંગચુકે લખ્યું, “હું બહુ જલદી એક અલગ વીડિયોમાં આ શરતો મામલે વિસ્તારથી જણાવીશ. આ વચ્ચે, હું આગ્રહ કરું છું કે તમે ક્યાંય કોઈ પણ પ્રકારની હિંસા ન થવા દો અને તેને લઈને સતર્ક રહો.”

    નીટ-યુજી પેપર લીકને લઈને વિદ્યાર્થીઓ છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર આંદોલન કરી રહ્યા છે.

    પ્રદર્શનકારી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનુ રાજીનામું માગી રહ્યા છે. આ માગના સમર્થનમાં સોનમ વાંગચુક છેલ્લા 26 દિવસોથી ઉપવાસ પર બેઠા હતા.

    બીજી તરફ મોડી રાત્રે પીએમ મોદીએ એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં પીએમ મોદીએ કહ્યું તેમની સરકાર પેપર લીક જેવી ઘટનાઓ મામલે કડકાઈથી કામ લેવા માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. આ મામલે સંબંધિત વિભાગોને ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહી દેવાયું છે. સોમવારે સંસદનું સત્ર બીજી વખત શરૂ થશે ત્યારે આ બિલને પાસ કરાવવાની કોશિશ કરવામાં આવશે.

    બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન