એ મંદિર જે ટ્રાન્સજેન્ડરોએ બનાવ્યું અને તેનું સંચાલન પણ કરે છે

વીડિયો કૅપ્શન, ટ્રાન્સજેન્ડરો દ્વારા સંચાલિત આ મંદિર અનોખું કેમ છે?
એ મંદિર જે ટ્રાન્સજેન્ડરોએ બનાવ્યું અને તેનું સંચાલન પણ કરે છે
પ્રકાશિત

ટ્રાન્સજેન્ડર સમુદાયે આંધ્રપ્રદેશ ખાતે એક અનોખા મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર એટલા માટે પણ અનોખું છે, કારણ કે તેનું સંચાલન પણ ટ્રાન્સજેન્ડર્સ જ કરે છે.

રોજિંદી ધાર્મિક વિધિ પણ ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકો દ્વારા જ કરવામાં આવે છે.

આ મંદિરનાં એક શ્રદ્ધાળુ ગાયત્રી કહે છે, "ટ્રાન્સજેન્ડર લોકોનો સંબંધ ભગવાન શિવ અને માતા પાર્વતી સાથે માનવામાં આવે છે. મૂળભૂત રીતે તેઓ અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે. અમે તેમની પાસેથી પૂજા કરાવીએ છીએ જેથી અમને ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય."

જુઓ, આ મંદિરની અન્ય ખાસિયતો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, transgender temple, ટ્રાન્સ જેન્ડર મંદિર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન