રાજકોટ : ચાર વિષયમાં 100માંથી 100... ડ્રાઇવર પિતાની દીકરી કૉમર્સમાં લાવી 99.92 પીઆર
રાજકોટની વિદ્યાર્થિની ગહેનાના પિતા ડ્રાઇવર છે, પણ દીકરીએ પોતાના કરિયરની ગાડી સફળતાના ટ્રેક પર દોડાવી દીધી છે.
આર્થિક સંકડામણ અને મર્યાદિત સાધનો ક્યારેય પ્રતિભાને રોકી શકતા નથી, તે ફરી એક વાર રાજકોટની આ તેજસ્વી વિદ્યાર્થીનીએ સાબિત કરી દીધું છે.
ગહેનાએ ચાર વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. ધોરણ 12 કૉમર્સમાં 99.92 PR સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 % અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.
ગુજરાત બોર્ડની ધો. 12ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવાઈ હતી.
આ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

ઇમેજ સ્રોત, bipin tankaria
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



