જળકુંભીમાંથી 40 પ્રકારની ચીજવસ્તુઓ બનાવીને કમાણી કરતી મહિલાઓની કહાણી
જળકુંભીમાંથી 40 પ્રકારની ચીજવસ્તુઓ બનાવીને કમાણી કરતી મહિલાઓની કહાણી
પ્રકાશિત
આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના લેલ્લાગુડેમ ગામે પહેલાં સિંચાઈ માટેની કૅનાલમાં ઊગી નીકળતી અને મુસીબતરૂપ મનાતી એક વનસ્પતિને હસ્તકલા માટેના કાચા માલમાં બદલી નાખ્યું છે.
આ વનસ્પતિનું નામ છે જળકુંભી.
આસામની આવી જ એક પહેલથી મહિલાઓ પ્રોત્સાહિત થઈ અને જિલ્લા તંત્રની સહાય વડે આ મહિલાઓને મહિનાઓ સુધી ઍમ્બ્રૉઇડરી કામ અને સિલાઈ કામની તાલીમ અપાઈ હતી.
મહિલાઓ પ્રથમ જળકુંભી કાઢીને લાવે છે અને પછી તેમાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે.
મહિલાઓનું કહેવું છે તેઓ આ જળકુંભીમાંથી અંદાજે 40 પ્રકારની ચીજવસ્તુઓ બનાવે છે.
જળકુંભીમાંથી કલાત્મક વસ્તુઓ બનાવી કેવી રીતે કમાણી કરે છે આ મહિલાઓ?
જુઓ, આ બદલાવનો અહેવાલ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



