પૂરનાં પાણીમાં પડ્યાં મહિલા, કેવી રીતે થયો બચાવ?

વીડિયો કૅપ્શન, પૂરના પાણીમાં પડ્યાં મહિલા, કેવી રીતે થયો બચાવ?
પૂરનાં પાણીમાં પડ્યાં મહિલા, કેવી રીતે થયો બચાવ?
પ્રકાશિત

ચીનના દક્ષિણી અને મધ્ય ચીનમાં સતત ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું છે.

આ મહિલા રસ્તા પર પૂરનાં પાણીમાંથી પસાર થવાં ગયાં પણ સંતુલન ગુમાવી દેતાં પાણીમાં ગરકાવ થઈ ગયાં અને જેમતેમ કરીને પાણીની બહાર આવવાનો પ્રયાસ કરવાં લાગ્યાં.

તેમને પાણીમાં ફસાયેલા જોઈ આસપાસના લોકો તેમની મદદે પહોંચ્યા અને તેમને બચાવી લીધાં.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સના અહેવાલ પ્રમાણે આ વિસ્તારમાં સતત વરસાદથી આવેલા પૂરને કારણે ઓછામાં ઓછા 12 લોકોનાં મૃત્યુ થયાં છે. સત્તાવાળાઓએ સતત ભારે વરસાદને કારણે ચેતવણી જાહેર કરી છે.

ચીનમાં પૂર

ઇમેજ સ્રોત, Reuters