ભાજપ -આપની સરખા મતો મળ્યા, પછી એવું શું થયું કે ભાજપ હારી ગયો?
ભાજપ -આપની સરખા મતો મળ્યા, પછી એવું શું થયું કે ભાજપ હારી ગયો?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખાસ વાત એ પણ રહી કે એક ઉમેદવાર નસીબના જોરે ચૂંટણી જીતી ગયા, એટલે કે બે ઉમેદવારને સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળાઈ હતી અને જેમનું નામ આવ્યું એ ઉમેદવારને વિજેતા જાહેર કર્યા હતા.
જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ઘસારી મોટી બેઠક પર ચૂંટણી પરિણામ એક ચિઠ્ઠીના કારણે ચર્ચામાં રહ્યું છે.
આમ તો કેશોદ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. પણ કેશોદના મોટી ઘસારી બેઠક પર ટાઇ પડી હતી.
ટાઈની સ્થિતિમાં ચૂંટણી નિયમ મુજબ ચિઠ્ઠી નાખવામાં આવી, જેમાં આમ આદમી પાર્ટીના યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા હતા.
એટલે કે મોટી ઘસારી બેઠક પર આપના ઉમેદવાર વિજેતા બનતાં જ ઇતિહાસ રચાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



