તડકાથી બચવા દૂધનાં કૅનમાં માથું નાખ્યું, તે પછી શું થયું?
ભારે ગરમીથી બચવા માટે લોકો જાત-જાતના ઉપાય અજમાવતા હોય છે. પરંતુ આ ઉપાય જ ઊલ્ટો પડી જાય તો?
રાજસ્થાનના અલવરમાં કાલુરામ રૈબારી નામના યુવક સાથે આવું જ થયું. તેમણે ભારે ગરમીથી બચવા માટે માથા ઉપર દૂધનું કૅન મૂક્યું હતું.
આ કૅન કાલુરામનાં માથામાં ફસાઈ ગયું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાઇરલ થયો છે.
કાલુરામ રૈબારી મોટરસાઇકલ ઉપર જઈ રહ્યા હતા, ત્યારે કોઈકે તેમનો વીડિયો ઊતારીને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો હતો.
ગામના લોકોએ પહેલાં તો આ કૅનને જાતે જ બહાર કાઢવા માટે પ્રયાસો કર્યા.
એ પછી ગામના લોકો કાલુરામને વૅલ્ડિંગની દુકાને યુવકને લઈ ગયા, જ્યાં ગ્રાઇન્ડરની મદદથી કૅનને કાપી નાખવામાં આવ્યું.
અને પછી કૅનને માથામાંથી બહાર કાઢવામાં આવ્યું. લગભગ બે કલાક સુધી કાલુરામનું માથું કૅનમાં ફસાયેલું રહ્યું હતું.
માધોગઢ ગામના સરપંચ પ્રતિનિધિ પેમારામ સૈનીએ બીબીસીને જણાવ્યું કે, "આ ઘટના 24 તારીખ પહેલાંની છે અને કાલુરામ રૈબારી હવે બિલકુલ સ્વસ્થ છે."

ઇમેજ સ્રોત, bbc
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



