ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા, ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?

વીડિયો કૅપ્શન, ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા, ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?
ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા, ગુજરાતના હવામાનમાં કેવા ફેરફાર થશે?
પ્રકાશિત

કેરળમાં ચોમાસું શરૂ થવાની અધિકારીક તારીખ 1 જૂન છે પરંતુ આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગામી 2-3 દિવસમાં હજી પણ વધારે આગળ વધીને કેરળની નજીક પહોંચે તેવી સંભાવના છે.

કેરળમાં આ વખતે 26 મેની આસપાસ ચોમાસું શરૂ થાય તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે કર્યું છે.

આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ કેટલાક ભાગો, તેમજ બંગાળની ખાડીના દક્ષિણ અને મધ્ય ભાગો સહિત સમગ્ર આંદામાન સમુદ્રમાં ચોમાસું આગળ વધે તેવી પ્રબળ સંભાવના છે.

ગુજરાતનું હવામાન, બીબીસી ગુજરાતી, ગુજરાતમાં વરસાદ, ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images