You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના વ્હાઇટ હાઉસ પાસે ફાયરિંગ કરનાર શકમંદ કોણ છે, આ માહિતી સામે આવી
અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે વ્હાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારમાં એક શખ્સ ઘાયલ થયો છે, જ્યારે ગોળીઓ ચલાવનાર સંદિગ્ધ માર્યો ગયો છે.
ઘટના સમયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હતા. સાંજે અંદાજે છ વાગ્યે વ્હાઇટ હાઉસમાં અનેક પત્રકારોએ ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો.
સિક્રેટ સર્વિસના નિવેદન અનુસાર, 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા ઍવેન્યુની પાસે એક વ્યક્તિએ પોતાની બૅગમાંથી હથિયાર કાઢ્યું અને ફાયરિંગ શરૂ કર્યું હતું.
સિક્રેટ સર્વિસ પોલીસે જવાબી ફાયરિંગ કર્યું અને સંદિગ્ધને ગોળી વાગી. તેને હૉસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ ગોળીબારમાં એક રાહદારીને પણ ગોળી વાગી છે.
અધિકારીઓને કોઈ ઈજા નથી થઈ. ઘટના સમયે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં હાજર હતા, પરંતુ તેમની સુરક્ષા કે કામકાજ પર કોઈ અસર પડી નથી.
સીબીએસ ન્યૂઝનાં સૂત્રોએ જણાવ્યું કે 15થી 20 ગોળીઓ ચાલી. એવું લાગતું હતું કે એક શખ્સે સિક્રેટ સર્વિસ ઍજન્ટ પાસે જઈને તેમના પર ગોળીઓ ચલાવી, પરંતુ તે સફળ ન રહ્યો.
બાદમાં ઍજન્ટે જવાબી ફાયરિંગ કર્યું હતું.
એફબીઆઇના ડાયરેક્ટર કાશ પટેલે કહ્યું કે સિક્રેટ સર્વિસ આ ઘટના પર કાર્યવાહી કરી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોળીબારમાં માર્યા ગયેલા સંદિગ્ધની ઓળખ થઈ
વ્હાઇટ હાઉસ બહાર થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા સંદિગ્ધની ઓળખ થઈ છે. આ શખ્સનું નામ નાસિર બેસ્ટ છે, જેની ઉંમર 21 વર્ષ છે.
તપાસકર્તા અધિકારીએ બીબીસીના અમેરિકન મીડિયા પાર્ટનર સીબીએસને આ માહિતી આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંદિગ્ધની જુલાઈ 2025માં પણ અમેરિકન સિક્રેટ સર્વિસે ધરપકડ કરી હતી. તેણે વ્હાઇટ હાઉસમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યાર બાદ તેને માનસિક સ્વાસ્થ્યની સમસ્યા મુદ્દે સાઇકિયાટ્રિક વૉર્ડમાં મોકલાયો હતો.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલાં વ્હાઇટ હાઉસ કૉરેસ્પૉન્ડેન્ટ્સ ડિનર પણ ફાયરિંગ થયું હતું. એ સમયે હુમલાખોરને પકડી લેવાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન